કોંગ્રેસ તરફથી ધીરજ શિંગાળા, લલિત વસોયા, અવસર નાકિયા, ગજેન્દ્ર રામાણી, ભોળાભાઈ ગોહિલ, રણજિત મેણિયા, વિનુ ધડુક, સોમાભાઈ ગાંડાભાઈ પટેલ તથા નાથાભાઈ વાસાણી એમ 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ પૈકી કોના નામની જાહેરાત થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
2/4
જસદણ: જસદણની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી પણ કોંગ્રેસમાંથી 9 દાવેદારોએ ઉમેદવારી ભરવા માટેનાં ફોર્મ લીધા છે. આ તમામ દાવેદારોએ પોતાના સોગંદનામા સાથે ફોર્મ ભરવાની તૈયારી પણ કરી લીધી છે અને હવે સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે.
3/4
કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર નક્કી કરવાનું વલણ અપનાવતાં અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. કોંગ્રેસ જૂના કાર્યકરોને તક આપશે કે પછી બહારથી આયાતી ઉમેદવારને લઇ આવશે એવા સવાલ પણ પૂછી રહ્યા છે. સોમવારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.
4/4
શનિવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાને તાત્કાલિક અમદાવાદ બોલાવ્યા હતા અને બેઠક કરી હતી. આ બેઠકમાં જસદણની ચૂંટણીને લઈને જે જે દાવેદારોએ ફોર્મ ભર્યા હતા તે તમામના ફોર્મ અને સોગંદનામા મંગાવાયાં હતાં અને તેમની ચકાસણી કરીનમે જરૂરી સૂચનાઓ અપાઈ હતી.