શોધખોળ કરો
હોમગુજરાતસુરતમાં હાર્દિક પટેલની રેલી મામલે પરાજય થયેલ કોંગ્રેસના કયા પાંચ ઉમેદવારોને પાઠવી નોટીસ, જાણો વિગતે
સુરતમાં હાર્દિક પટેલની રેલી મામલે પરાજય થયેલ કોંગ્રેસના કયા પાંચ ઉમેદવારોને પાઠવી નોટીસ, જાણો વિગતે
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 24 Dec 2017 03:15 PM (IST)
1/8

સુરત કલેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના આ પાંચ ઉમેદવારોને હાર્દિક પટેલની રેલી તેમજ પબ્લિક મિટિંગ દરમિયાન જમણવારથી લઈને અન્ય તમામ ખર્ચા કેમ દર્શાવ્યા ન હોવાનો પ્રશ્ન કર્યો છે. જો આ ઉમેદવારો દ્વારા સમયસર જવાબ આપવામાં નહીં આવે તો હાર્દિકની રેલીના સમગ્ર ખર્ચાને ભાગે પડતા પાંચેય ઉમેદવારના ખર્ચામાં એડ કરી દેવામાં આવશે.
2/8

આ પાંચ કોંગ્રસે ઉમેદવારમાં કતારગામના જીગ્નેશ જીવાણી, સુરત ઉત્તરના દિનેશ કાછડીયા, કામરેજના અશોક જીરાવાલા, કરંજના ભાવેશ ભુમ્ભાલિયા અને વરાછાના ધીરૂભાઈ ગજેરાનું નામ છે. આ તમામ ઉમેદવારો ચૂંટણીમાં પરાજય થયો છે અને તેમના પ્રતિદ્વંદી ભાજપના ઉમેદવાર અહીં જીત મેળવી છે.
3/8

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતમાં યોજાયેલા પાસના નેતા હાર્દિક પટેલના ભવ્ય રોડ શો મામલે સુરત કલેક્ટરે અહીંના પાંચ કોંગ્રેસ ઉમેદવારોને નોટિસ પાઠવી છે અને પૂછ્યું છે કે શા માટે હાર્દિકની રેલી પાછળ કરવામાં આવેલ ખર્ચને તેમના ચૂંટણી ખર્ચમાં દર્શાવવામાં નથી આવ્યો.
4/8

જોકે ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પાંચ ઉમેદવારને આ મુદ્દે આ પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેઓએ નોટિસનો કોઈ જવાબ આપ્યો નહોતો. તેથી આ વખતે ફરી એકવાર નોટિસ આપવામાં આવી છે.
5/8

કોંગ્રેસના ઉમેદાવાર દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે, અમે ઓફિસમાં બેઠા હતા અને હાર્દિક પટેલનો રોડ શો ત્યાંથી પસાર થયો ત્યારે એક પાટીદાર હોવાના સંબંધે મારે તેનું સ્વાગત કરવું જોઈએ. જોકે આ વખતે મેં કોઈ જાતનું કોંગ્રેસનું ચિન્હ પહેર્યું નહોતું. અમને ખબર જ હતી કે ચૂંટણી કમિશન આ પ્રકારના પ્રશ્નો ઉઠાવશે જેથી અમે પહેલાથી તૈયાર હતા. પંચને અમે અમારો જવાબ સબમીટ કરી દઈશું.
6/8

ચૂંટણી અધિકારીઓએ સમગ્ર રોડ શોનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેના આધારે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે રોડ શોનો ઉદ્દેશ્ય કોઈ સામાજીક નહીં પરંતુ રાજકીય કેમ્પેઇનનો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન હાર્દિકે ખૂલીને ભાજપનો વિરોધ કરતો હતો અને લોકોને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરતો હતો.
7/8

પાસ દ્વારા રોડ શોની મંજૂરી પાટીદારોમાં સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ માટે કાઢવામાં આવતી હોવાનું જણાવીને લેવામાં આવી હતી. જોકે પાટીદાર સમાજ માટેની આ રેલી અને હાર્દિક પટેલનું કોંગ્રેસ ઉમેદવારો જીગ્નેશ જેવાણી, દિનેશ કાછડીયા, અશોક જીરાવાલા, ભાવેશ ભુમ્ભાલિયા અને ધીરૂભાઈ ગજેરાએ પોતપોતાના વિસ્તારમાં સ્વાગત કર્યું હતું.
8/8

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હાર્દિક પટેલની રેલી પાછળ લગભગ અંદાજે રૂપિયા 5 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. રેલીને ધ્યાને રાખી આ એસ્ટિમેટ કાઢવામાં આવ્યું છે. ગત 3 ડિસેમ્બરના રોજ પાસ દ્વારા સુરતમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કતારગામથી શરૂ કરીને વરાછા સુધી પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ફરી હતી. રેલીને પૂર્ણ કરાય તે પહેલા અને વચ્ચે રેલીમાં સામેલ તમામ લોકો માટે દાભોલી ખાતે આવેલા એક ફાર્મહાઉસમાં જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Published at : 24 Dec 2017 03:15 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
ગુજરાત
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
ગુજરાત
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ટ્રેન્ડિંગ સમાચાર






















