અમદાવાદ: કેનેડા જવા માટે ઠગાઈનો આશરો લેનારા વિજાપુરના પામોલ ગામના દંપતી તથા મહેસાણાની પટેલ યુવતીની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેયે બીજાંના પાસપોર્ટમાં ચેડાં કરી તેમાં પોતાના ફોટા લગાવી દીધા હતા.
2/5
સરદારનગર પીઆઈ વી.આર.પટેલના જણાવ્યા અનુસાર, સરદારનગર પોલીસે આ કેસમાં પાસપોર્ટ ધારાની કલમ 12 (બી) તેમજ આઈપીસી કલમ 406, 420, 467, 468, 471, 120 (બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
3/5
ઈમિગ્રેશન વિભાગને ત્રણેયના પાસપોર્ટમાં ચેડાં થયાં હોવાની શંકા જતા ચેક કરાયા હતા. તપાસમાં પાસપોર્ટ બીજી વ્યક્તિનો હતો અને ફોટા આ ત્રણ પેસેન્જરના હતા તેવું જણાતાં ત્રણેયની ધરપકડ કરી સરદારનગર પોલીસને હવાલે કરાયા હતા.
4/5
એરપોર્ટના અધિકારીઓએ પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે, અમદાવાદના એજન્ટ કાળુભાઈના માણસે 1 ઓક્ટોબરે રાતે 8 વાગે એરપોર્ટ સર્કલ પાસે તેમને ચેડાં કરેલા પાસપોર્ટ આપ્યા હતા. કેનેડા પહોંચ્યા પછી રૂપિયા એજન્ટને ચૂકવવાના હતા.
5/5
પામોલ ગામે રહેતા સંજય ચૌધરી (31 વર્ષ ) તેની પત્ની સંગીતા અને મહેસાણાની જલ્પા પટેલ (31 વર્ષ ) 2 ઓક્ટોબરે રાત્રે 1:30 વાગે કેનેડાની ફ્લાઈટ પકડવા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લીયરન્સ માટે પહોંચ્યા હતાં.