શોધખોળ કરો
પાકિસ્તાનનાં આબરૂ બચાવવા ફાંફાં, 14 ભારતીય સૈનિકોને માર્યા ને એકને જીવતો પકડ્યો હોવાની ઠોકાઠોક
1/3

નવી દિલ્લીઃ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય સૈન્યએ કરેલા સર્જીકલ સ્ટ્રાઇકના અહેવાલને ફગાવ્યા બાદ પાકિસ્તાની સૈન્યએ નવો હાસ્યાપદ દાવો કર્યો છે. પાકિસ્તાની આર્મીએ દાવો કર્યો હતો કે, એલઓસી પર રાત્રી દરમિયાન ચાલેલી ફાયરિંગ દરમિયાન 14 ભારતીય સૈનિકોને ઠાર મરાયા છે જ્યારે એક સૈનિકને જીવતો પકડી લેવામાં આવ્યો છે. જોકે, ભારતીય સૈન્યએ આ તમામ દાવાઓને ફગાવી દીધા હતા. જોકે, ઇન્ડિયન આર્મીએ ડીજીએમઓને જાણકારી આપી છે કે ભારતીય આર્મીનો એક જવાન ભૂલથી પાકિસ્તાન ચાલ્યો ગયો છે. આ જવાન 36 રાષ્ટ્રીય રાઇફલ્સનો છે. આ ઘટનાનો સર્જીકલ સ્ટ્રાઇક સાથે કાંઇ લેવા દેવા નથી.
2/3

દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય આર્મીએ સૈનિકોના મૃતદેહોને લેવાનો પણ પ્રયાસ કર્યો નહોતો. જોકે, ડોન અખબારે તરત જ પોતાના અહેવાલને હટાવી દીધો હતો. નોંધનીય છે કે ભારતીય સૈન્યની સર્જીકલ સ્ટ્રાઇક્સમાં આઠ આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા. લગભગ ચાર કલાક ચાલેલા સૈન્ય ઓપરેશનમાં 38 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને આતંકીઓને બચાવવાના ચક્કરમાં 2 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા.
Published at : 30 Sep 2016 01:17 PM (IST)
Tags :
Surgical StrikesView More





















