નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ દુનિયાના 15 સૌથી વધુ પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના 14 શહેરોનો સમાવેશ થાય છે. યાદીમાં ઉત્તર પ્રદેશનું બીજું સૌથી મોટું શહેર કાનપુર પ્રથમ નંબરે છે. ડબ્લ્યૂએચઓની રિપોર્ટ પ્રમાણે, વાયુ પ્રદૂષણ મામલે ભારતી સ્થિતી ખૂબજ ખરાબ છે.
2/3
ડબ્લ્યૂએચઓના વર્તમાન આંકડા પ્રમાણે દિલ્હીમાં પીએમ 2.5 એનુલ એવરેજ 143 માઈક્રોગ્રામ પતિ ક્યૂબિક મીટર છે જે નેશનલ સેફ સ્ટાન્ડર્ડ કરતા ત્રણ ગણું વધારે છે. ઉલ્લેખનિય છે કે, વાયુ પ્રદૂષણ મામલે દિલ્હી 2015માં દિલ્હીનું સ્થાન ચૌથા નંબરે હતું. જ્યારે આ યાદીમાં છઠ્ઠા નંબર છે.
3/3
પ્રદૂષિત શહેરોમાં કાનપુર બાદ ફરીદાબાદ, વારાણસી, ગયા, પટના, દિલ્હી, લખનઉ, આગરા, મુજફ્ફરપુર, શ્રીનગર, ગુડગાવ, જયપુર, પટિયાલા અને જોધપુર શામેલ છે. પંદરમાં નંબરે કુવૈતનું અલી સુબહ અલ-સલેમ શહેર છે.