નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વખત ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મેઘાયલની જૈતિયા હિલ્સ સ્થિત કોલસાની ખાણમાં છેલ્લા 13 દિવસોથી ફસાયેલાં 15 સગીરો તમામ પ્રયાસો બાદ પણ બચાવ ટીમની પહોંચથી દૂર છે. જેને લઈને રાહુલે કટાક્ષ કરતા પીએમ મોદીને કહ્યું કે કેમેરા સામે પોઝ આપવા કરતાં મજૂરોને બચાવવામાં આવે.
2/4
રાહુલે ગાંધીએ ટ્વીટ કર્યું કે, 15 સગીરો પાણીથી ભરેલી ખાણમાં જીવન માટે બે સપ્તાહથી સંઘર્ષ કરી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન બોગીબીલ પુલ પર કેમેરા સામે પોઝ આપી રહ્યાં છે. તેમની સરકારે બચાવ માટે હાઈપ્રેશર પંપ્સની વ્યવસ્થા કરવાનો ઈન્કાર કરી દીધો. હું વડાપ્રધાનને અપીલ કરુ છું કે તેઓને બચાવવામાં આવે.
3/4
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ મંગળવારે આસામના દિબ્રુગઢમાં દેશના સૌથી લાંબા રેલ-રોડ પુલ બોગીબીલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રહ્મપુત્ર નદીના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડે છે.
4/4
ગત દિવસોમાં પોલીસે ખાણના માલિકની ધરપકડ કરી હતી. ખાણમાં અચાનકથી લાઈતીન નદીનું પાણી ભરાઈ જવાને કારણે બાળકો 13 ડિસેમ્બરે 15 મજૂરો તેમાં ફસાયેલાં છે. છેલ્લા 13 દિવસોમાં ખાણમાંથી પાણી ઓછું થવાના કોઇજ સંકેત નથી અને ભારે જહેમત બાદ પણ મજૂરોનો કોઈ પત્તો નથી.