પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં વાર્ષિક ૪ ટકા વ્યાજ મળે છે. આ ખાતું માત્ર ૨૦ રૂપિયા જેવી નજીવી રકમ સાથે પણ ખોલાવી શકાય છે. નોન-ચેક ફેસિલિટી એકાઉન્ટમાં ઓછામાં ઓછા ૫૦ રૂપિયાનું બેલેન્સ જરૂરી છે. ચેક ફેસિલિટી જોઈતી હોય તો ૫૦૦ રૂપિયા સાથે એકાઉન્ટ ખોલાવી શકાય છે અને એટલી રકમનું બેલેન્સ જરૂરી છે.
2/3
નાણાં મંત્રાલયે બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ખાતામાં લોકો તેમની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ જમા કરાવી શકશે. મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે નાની બચત યોજનાઓમાં જૂની નોટ જમા નહીં કરાવી શકાય. આ અંગે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પોસ્ટ ઓફિસ બચતખાતાને નોટબંધીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે.
3/3
નવી દિલ્હીઃ સરકારે નોટબંધી બાદ જનધન ખાતામાં જમા થનારી રકમમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ ખાતામાં અંદાજે 21 હજાર કરોડ રૂપિયા જેવી ભારે ભરખમ રકમ જમા થઈ છે. નાણાં મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશમાં જનધન ખાતાંઓમાં સૌથી વધુ રકમ પશ્ચિમ બંગાળમાં અને તે પછી કર્ણાટકમાં જમા થઈ છે.