મહત્વનું છે કે હાલમાં વરસાદની ધીમી ધારે શરૂઆત થઇ રહી છે. ત્યારે હવે ધીમે-ધીમે દક્ષિણનાં રાજ્યો સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. મહત્વનું છે કે યુપી, બિહાર સહિત મધ્ય પ્રદેશનાં કેટલાંક ભાગોમાં શુક્રવારે ચોમાસા પહેલાં જ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે બંગાળાની ખાડીમાં 9-10 જૂન અને અરબ સાગરમાં કોંકણ અને ગોવાનાં કિનારે 12 જૂન સુધી તેજ પવન સાથે દરિયામાં ઉંચા મોજાં ઉછળવાને લઇને એલર્ટ આપ્યું છે. આજે દેશનાં ઘણાં રાજ્યોમાં વરસાદ અને તોફાનને લઇ હાઇ એલર્ટ આપવામાં આવેલ છે.
2/4
નવી દિલ્લી: ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદ દરમ્યાન વીજળી પડવાથી શુક્રવારે 30 લોકોનાં મોત થયા છે. બિહારમાં 11, ઉત્તર પ્રદેશમાં 10 અને ઝારખંડમાં 9 લોકો વીજળીની ઝપેટમાંથી આવવાંથી તેઓ મોતનો ભોગ બન્યાં છે તેમજ બીજી બાજુ હવામાન વિભાગે પણ આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની પણ આશંકા દર્શાવી છે.
3/4
જ્યારે ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં 4, ચંદોલીમાં 3, બહરાઇચમાં 2 અને રાયબરેલીમાં 1 વ્યક્તિનું મોત થઇ ગયું છે. ઝારખંડમાં પલામૂમાં 3, ચતરા અને બોકારોમાં 2-2, અને હજારીબાગ અને ગુમલામાં પણ 1-1નાં મોત થયાનાં સમાચાર સામે આવ્યાં છે.
4/4
બીજી તરફ દિલ્લી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તોફાની વાવાઝોડા સહિત ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યાનું અનુમાન છે. શુક્રવારે એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવતાં જ અનેક શહેરોમાં વીજળી સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઇ ગઇ છે. જેથી બિહારનાં સહરસામાં 6, દરભંગામાં 4 અને મધેપુરમાં 1નું મોત થયું છે.