શોધખોળ કરો
15મી સપ્ટેમ્બરથી Aadhaarના વેરિફિકેશન માટે જરૂરી બનશે ચહેરાની ઓળખ, જાણો શું છે નવું ફીચર
1/4

ખૂબ જ સરળ ભાષામાં કહેવામાં આવે તો ફેસ ઓથેન્ટિકેશન વખતે યુઝરનો એક ફોટો ક્લિક કરવામાં આવશે જેને આધારને ડેટાબેઝ સાથે સરખાવવામાં આવશે. આધાર કાર્ડ કઢાવતી વખતે દરેક લોકોની તસવીર ક્લિક કરવામાં આવે છે. આ તસવીર આધાર ડેટાબેઝમાં સેવ રહે છે. હવે આ તસવીરનો ઉપયોગ સીમ કાર્ડની ખરીદી વખતે ઇકેવાયસી પ્રોસેસ માટે ઉપયોગ કરવામાં આવશે. આ તસવીરને ક્લિક કરવામાં આવેલી તસવીર સાથે સરખાવવામાં આવશે.
2/4

યુઆઈડીએઆઈના સરક્યુલર પ્રમાણે આગામી 15મી સપ્ટેમ્બરથી ટેલિફોન સેવા આપતી કંપનીઓએ મહિનાના ઓછામાં ઓછા 10 ટકા વેરિફિકેશન ચહેરાની ઓળખથી કરવા ફરજિયાત રહેશે. આમ નહીં કરવા પર દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પુરાવા તરીકે આધારનો ઉપયોગ કરીને સીમકાર્ડની ખરીદી કરવાના કેસમાં જ આ નિયમ લાગુ પડશે. અન્ય ઓળપત્રથી સીમકાર્ડની ખરીદી કરવાના કેસમાં આ નિયમ લાગુ નહીં પડે. નોંધનીય છે કે યુઆઈડીએઆઈએ જુલાઈ મહિનાથી જ ફેસ ઓથેન્ટિકેશને લાગુ કરવાની યોજના બનાવી હતી.
Published at : 24 Aug 2018 12:53 PM (IST)
View More





















