શોધખોળ કરો
‘તાકાત હોય તો સંઘ અને મોદી સરકાર મંદિર નિર્માણ માટે વટહુકમ લાવે’, જાણો ક્યા નેતાએ ફેંક્યો પડકાર
1/3

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ફરી એક વખત રાજમીતિ ગરમાઈ છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં ઝડપથી રામ મંદિર નિર્માણ માટે જરૂરી છે કે સરકાર તેના માટે કાયદો બનાવે. હવે ભાગવના આ નિવેદન પર અસુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો છે.
2/3

મહત્વનું છે કે 2019ની લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ રહ્યા છે અને અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 29 ઓક્ટોબરથી સુનાવણી થવાની છે. તેના પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા રામમંદિર નિર્માણ માટે મોદી સરકારને કાયદો લાવવાની આપવામાં આવેલી સલાહના ઘણાં મતલબો પણ નીકળી રહ્યા છે.
3/3

એમઆઇએમના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ ભાજપ અને સંઘને નિશાને લીધા. અને કહ્યું કે હિંમત હોય તો સંઘ અને મોદી સરકાર રામ મંદિર નિર્માણ માટેનો વટહુકમ બહાર લાવે. જ્યારે કે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હું તો પહેલાથી કહેતો આવ્યો છું કે સરકારે રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવો જોઇએ.
Published at : 19 Oct 2018 08:08 AM (IST)
View More
Advertisement
Advertisement





















