નારદ રાય: શિવપાલના નિકટ ગણાતા નારદ રાય પાસે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલય હતું. નારદ રા બલિયા સદરથી બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. અખિલેશ સરકારમાં તેમને પહેલા પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પણ પછી બલિયા નગરપાલિકામાં એક ટેંડરના વિવાદમાં તેમના દિકરા પર મારપીટનો આરોપ લાગતા હટાવી દેવામાં આવ્યા હતા.
2/5
શાદાબ ફાતિમા: શાદાબ ફાતિમા જહૂરાબાદ વિધાનસભાથી ધારાસભ્ય છે અને બરખાસ્ત થતા પહેલા તે મહિલા કલ્યાણ મંત્રી હતા.
3/5
ઓમ પ્રકાશ સિંહ: ઓમપ્રકાશ સિંહના બરખાસ્ત થતા પહેલા પર્યટન મંત્રી હતા. સપામાં અંસારી બંધુઓના વિલયનો સૌથી વધુ વિરોધ પહેલા ઓમપ્રકાશે કર્યો હતો. પણ બદલતા રાજકીય પરિવેશમાં તેમણે પોતાના ગુરૂ મુલાયમનો ચરખા દાવ સમજીને તેના સમર્થનમાં ઉભા રહ્યા હતા.
4/5
શિવપાલ યાદવ: થોડા દિવસો પહેલા મુખ્તાર અંસારીની પાર્ટી કોમી એક્તા દળનો સપામાં વિલય થયો હતો. પણ અખિલેશા આ વાતની વિરૂદ્ધમાં હતા. આ પછી કેટલીક ઘટનાઓ એવી થઈ કે જેના કારણે સપા સુપ્રીમો મુલાયમના પરિવારમાં મતભેદ થયા હતા. ત્યાં અખિલેશે કાકા શિવપાલ યાદવને ગત મહિને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે સપાના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. આ પહેલા આ પદ અખિલેશ પાસે હતું. આ પછી અખિલેશ અને તેમના કાકા વચ્ચેના અણબનાવ સામે આવ્યા હતા.
5/5
લખનૌ: સમાજવાદી પાર્ટીમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ હવે સમાધાનના સંકેત મળી રહ્યા છે. અખિલેશ તરફથી 23 ઓક્ટોબરે બરખાસ્ત કરાયેલા શિવપાલ યાદવ સહિતના દરેક નેતાઓનો મંત્રીંમંડળમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાકા શિવપાલ યાદવ સહિત ચાર મંત્રીઓને બરખાસ્ત કર્યા હતા. શિવપાલ યાદવ ઉપરાંત ઓમપ્રકાશ સિંહ, નારદ રાય અને શાદાબ ફાતિમાને બરખાસ્ત કરવામાં આવ્યા હતા.