21 દિવસ બાદ આલોક વર્મા નિવૃત થવાના હતા તે પહેલા જ તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી પરંતુ આલોક વર્માએ નવું પદ સ્વીકારવાની ના પાડી દીધી હતી. આલોક વર્માએ પોતાની બદલી અંગે રોષ ઠાલવતા કહ્યું હતું કે મારી બદલી પાછળ એક વ્યક્તિની જુઠી ફરિયાદ જવાબદાર છે.
2/4
પોતાના રાજીનામામાં આલોક વર્માએ જણાવ્યું હતું કે, આ સમય સામૂહિક આત્મમંથનનો છે. આલોક વર્માએ બીજી તરફ તેમની વિરૂદ્ધ પસંદગી સમિતિએ જે પગલાં લીધા તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. આ મામલે તેમણે શ્રમ અને તાલીમ સચીવને પત્ર લખ્યો છે અને ફરિયાદમાં દલીલ કરી છે કે પસંદગી સમિતિએ મારી સામે જે પગલાં લીધા તેમાં મારો પક્ષ રાખવાની મને કોઈ જ તક આપવામાં નથી.
3/4
જેના કારણે હવે આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આલોક વર્માને જે નવો ચાર્જ સોપ્યો તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે સમગ્ર દેશમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
4/4
નવી દિલ્હી: સીબીઆઈ ડાયરેક્ટર પદેથી આલોક વર્માને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગઠીત પસંદગી સમિતિએ હટાવ્યા હતા અને ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડના ડીજી બનાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને આ પદ પર બહાલ કર્યાં તેના બીજા જ દિવસે પસંદગી સમિતિએ તેમને આ પદ પરથી હટાવી દીધાં હતાં.