દેવધર મહારાષ્ટ્રના છે અને સ્વયંસેવક સંઘના પ્રચારક રહી ચૂક્યા છે. તે મેઘાલયમાં પણ પ્રચાર કરી ચૂક્યા છે અને 2013 માં ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દાહોદમાં બીજેપીના રણનીતિકાર પણ રહી ચૂક્યા છે.
2/6
3/6
4/6
પાર્ટીના એક નિવેદન અનુસાર, દેવધર ત્રિપુરામાં પાર્ટીના પ્રભારી હતા. તેમને આંધ્રપ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભા યોજાવવાના છે. તેમને ત્રિપુરના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવની સાથે કથિત રીતે તનાવગ્રસ્ત સંબંધ છે અને એવી અટકળો છે કે આના કારણે જ પાર્ટી નેતૃત્વએ તેમને ત્રિપુરામાંથી હટાવીને નવા જવાબદારી સોંપી દીધી છે.
5/6
બીજેપી અધ્યક્ષ અમિત શાહે 2014માં તેમને ત્રિપુરાની જવાબદારી સોંપી અને ત્યારબાદ તેમને અગરતલામાંથી આદિવાસીઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું. આનું પરિણામ આવ્યું કે બીજેપીએ આદિવાસીઓની બહુમતી વાળી બેઠકો પર જીત મેળવી, જે હંમેશાથી લેફ્ટનો ગઢ ગણાતી હતી.
6/6
નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પીએસ શ્રીધરન પિલ્લાઇને કેરાલામાં પાર્ટી પ્રમુખ નિયુક્ત કર્યા છે અને ત્રિપુરામાં પાર્ટીમાં જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુનિલ દેવધરને રાષ્ટ્રીય સચિવ બનાવીને પ્રમૉશન આપ્યુ છે. ત્રિપુરામાં બીજેપીને શાનદાર જીત અપાવવામાં સુનિલ દેવધરનું ખાસ ફાળો રહ્યો. તે ત્રિપુરામાં બીજેપીના પ્રભારી છે અને ચાર વર્ષ પહેલા તેમને આ જીત માટે મહેનત શરૂ કરી દીધી હતી.