શોધખોળ કરો
શહીદ ઔરંગઝેબના ભાઇ કહ્યું- મોદીજી એકના બદલે અમને 100 લાશો જોઇએ, ના આપી શકો તો અમે જાતે લઇશું

1/8

ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબ આતંકી સમીર ટાઇગરને ઠાર મારનારી સેનાની ટીમમાં સામેલ હતો, 30 એપ્રિલે સેનાએ એક અથડામણમાં હિઝબુલના ટૉપ કમાન્ડર સમીર ટાઇગર અને તેના સાથે અકીબને ઠાર માર્યા હતા.
2/8

નોંધનીય છે કે, ઔરંગઝેબની હત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં આતંકીઓએ જવાન ઔરંગઝેબને એક ઝાડની નીચે બેસાડી રાખ્યો હતો અને તેને સવાલ પુછી રહ્યાં હતાં. વીડિયોમાં કોઇ આતંકીનો ચહેરો તો ન હતો દેખાતો જવાન ઔરંગઝેબ સાથે થયેલી વાતચીતમાં આતંકીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો. જેમાં પુછવામાં આવી રહ્યું હતુ કે શું મેજર શુક્લાની સાથે હતા? શું સમીર ટાઇગરની હત્યામાં તું પણ સામેલ હતો?
3/8

ઔરંગઝેબની હત્યા બાદ લોકોમાં જબરદસ્ત ગુસ્સો ફૂટી નીકળ્યો હતો, તેમના પિતા મોહમ્મદ હનિફે કેન્દ્રની સરકાર સરકારને કહ્યું કે, સરકાર આતંકીઓને મારીને પુત્રની શહીદીનો બદલો લે નહીં તો તે જાતે લેશે
4/8

તેમને ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, ''મોદીજી અમે બસ એટલું કહેવા માગીએ છીએ કે બહુજ ખરાબ થયું છે. અમારા ભાઇ ટાઇગર ઔરંગઝેબના બદલે અમને 100 જોઇએ. જો ના આપી શકતા હોય તો કહી દો અમે જાતે લઇ લેશું. અમને ખબર છે અમારે કઇ રીતે લેવાના છે. અમે સરકારની અંડરમાં છીએ. પહેલા સરકાર નિર્ણય કરે જો નિર્ણય નહીં લે તો પછી અમે જાતે લેશું.''
5/8

ઔરંગઝેબની હત્યા બાદ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમના પિતા મોહમ્મદ હનિફ અને ભાઇ સાથે મુલાકાત કરી, જેથી ઔરંગઝેબને ગુમાવ્યા બાદ પણ પરિવારના ઇરાદા કમજોર ના પડે. આ જ કારણ રહ્યું કે, ઔરંગઝેબના ભાઇએ આતંકીઓ સામે જાત લડવાની વાત કહી. સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા તેમના ભાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે એક શહીદીના બદલે 100 આતંકીઓની લાશો જોઇએ.
6/8

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓની નિર્મમતાનો શિકાર બનેલા સેનાના જવાન ઔરંગઝેબને કાલે ભીની આંખે પુછથી સલાની ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી.
7/8

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ઔરંગઝેબને કિડનેપ કરી લીધો હતો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. ઔરંગઝેબ ઇદ મનાવવા માટે ગુરુવારે રાજૌરી જિલ્લામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં આતંકીઓએ તેનું અપહરણ કરી લીધું હતું.
8/8

આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરેકની આંખોમાં ઔરંગઝેબના ગુમાવવાનો ગમ હતો. જોકે, આમાં આતંકવાદ સામે લડાઇનો ગુસ્સો પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. ભીડ વારંવાર 'શહીદ ઔરંગઝેબ અમર રહો' અને 'પાકિસ્તાન મર્દાબાદ'ના નારા લાગી રહ્યો હતા.
Published at : 17 Jun 2018 01:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
Advertisement
