શોધખોળ કરો
ઓવૈસીએ PM મોદી અને અમિત શાહને આપ્યો પડકાર કહ્યું, હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે
1/3

અસદુદ્દીન ઓવૈસીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને હૈદરાબાદમાંથી ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે હું તમામ પક્ષોને હૈદરાબાદથી એઆઇએમઆઇએમ વિરુદ્ધ ચૂંટણી લડવાનો પડકાર ફેંકું છું.
2/3

ઓવૈસીએ કહ્યું, હું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હૈદરાબાદની બેઠક પરથી ચૂંટણી લડવા ચેલેન્જ આપું છું. માત્ર મોદી અને અમિત શાહને જ નહીં, પરંતુ કોંગ્રેસને પણ હૈદરાબાદથી ચૂંટણી લડવા પડકાર ફેંકું છું. એટલે સુધી કે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે હૈદરાબાદથી ચૂંટણી લડે તો પણ અમે તેમને હરાવી દઇશું.
3/3

હૈદરાબાદ: AIMIM ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પડકાર ફેક્યો છે. ઓવૈસીએ કહ્યું તેમનામાં જો હિંમત હોય તો હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે.
Published at : 30 Jun 2018 11:55 AM (IST)
View More
Advertisement
Advertisement





















