આસામના નાણામંત્રી હિમંતા બિશ્વ સરમાએ રાજ્યનું બજેટ રજૂ કરવા દરમિયાન જાહેરાત કરી હતી. આ યોજનાને 'અરૂંધતિ' નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનો ફાયદો રાજ્યમાં 5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને મળશે. રાજ્ય સરકારે આ યોજના માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
2/4
નવી દિલ્હીઃ ચૂંટણીના સમયે સરકાર અનેક લોભામણી જાહેરાતો કરી રહી છે. ત્યારે આસામની ભાજપ સરકારે બુધવારે 2019-20નું બજેટ રજૂ કર્યું જેમાં ગરીબોને એક રૂપિયામાં કિલો ચોખા અને દુલ્હનોને એક તોલો સોનું એટલે કે ૩8000 રૂપિયા આપવાની વાત કરી છે.
3/4
તેમણે આગળ જણાવ્યું કે, 'મને લાગે છે કે, એ મારી જવાબદારી છે કે જે પિતા પોતાની પ્રિય પુત્રી માટે સોનાના આભૂષણ ખરીદી શકતા નથી, તેમણે તેના માટે ધિરાણ લેવું પડે છે. આ માટે તેણે વ્યાજખોરોની ચુંગલમાં ફસાવું પડે છે. મને આનંદ છે કે, આસામના એવા સમુદાય કે જયાં લગ્નના સમયે સોનું આપવાની પરંપરા છે, તેમની દિકરીઓને લગ્નના સમયે સરકાર ૧ તોલા સોનું ભેટમાં આપશે.'
4/4
સરમાએ જાહેરાત કરતા જણાવ્યું કે, આસામમાં વર્ષો જૂની પરંપરા છે કે દિકરી જ્યારે પિતાનું ઘર છોડે છે ત્યારે તેને આશિર્વાદ તરીકે સોનાના આભૂષણ આપવામાં આવે છે. દેશના અન્ય રાજ્યોમાં તેને દહેજ કહેવામાં આવે છે, પરંતુ આસામમાં માતા-પિતા સ્વેચ્છાએ દિકરીને આપે છે, જેથી દિકરીને એવો અનુભવ થાય કે તેને માતા-પિતાનો સાથ હંમેશાં રહેશે.