ફરિયાદકર્તા અક્ષય બિક્કડ અને આનંદ ધોંડના કહેવા મુજબ મેવાણી અને ખાલિદે કાર્યક્રમમાં ભડાકઉ ભાષણ આપ્યું હતું. બિક્કડ અને ધોંડે ડેક્કન જિમખાના પોલીસ સ્ટેશનમાં અરજી આપીને મેવાણી તથા ખાલિદ સામે વિવિધ સંપ્રદાયો વચ્ચે કથિત રીતે શત્રુતાને પ્રોત્સાહન આપવા બદલ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.
2/2
પુણેઃ ગુજરાતના ધારાસભ્ય અને દલિત કાર્યકર્તા જિગ્નેશ મેવાણી તથા દિલ્હીની જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીના સ્ટુડન્ટ નેતા ઉમર ખાલિદે 31 ડિસેમ્બરના રોજ પુણેના એક કાર્યક્રમમાં આપેલા ભડકાઉ ભાષણ મામલે બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મેવાણી અને ખાલિજે એલ્ગાર પરિષદમાં હિસ્સો લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન શહેર ભીમા-કોરેગાંવની લડઇના 200 વર્ષ પૂરા થવાના અવસર પર કરવામાં આવ્યું હતું.