શોધખોળ કરો

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

India vs England ODI squad 2026: ઈજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડી શ્રેણીમાંથી બહાર, વિરાટ કોહલી ફિટનેસ ક્લિયર કરીને રમવા માટે તૈયાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈજાને કારણે નીતિશ રેડ્ડી બહાર, શિવમ દુબેની ટીમમાં વાપસી થઈ.
  • વિરાટ કોહલી હવે સંપૂર્ણપણે ફિટ, રોહિત શર્મા પણ શ્રેણીમાં રમશે.
  • ભારત-ઈંગ્લેન્ડ ODI શ્રેણી 14-19 જુલાઈ, શ્રેયસ અય્યર કેપ્ટન રહેશે.

India vs England ODI squad 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામે રમાનારી 3 મેચની વનડે (ODI) શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. ઈજાના કારણે યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, અને તેના સ્થાને વિસ્ફોટક ઓલરાઉન્ડર શિવમ દુબેની 2 વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી થઈ છે. આ સિરીઝમાં ચાહકો માટે સારા સમાચાર એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે.

નીતિશ કુમાર રેડ્ડી કેમ થયો બહાર?

ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમાર રેડ્ડીને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે મેચ દરમિયાન ઈજા પહોંચી હતી. આ પહેલા ધર્મશાલામાં રમાયેલી પ્રથમ વનડેમાં પણ તેને ફિટનેસની સમસ્યા નડી હતી, જેના કારણે તે બીજી મેચ રમી શક્યો ન હતો. પોતાની આ જ ઈજાને કારણે તે આયર્લેન્ડ અને હવે ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે.

શિવમ દુબેની 2 વર્ષ પછી વનડેમાં ધમાકેદાર વાપસી

નીતિશના સ્થાને હવે શિવમ દુબેને તક આપવામાં આવી છે. શિવમ દુબે T20 ફોર્મેટમાં તો ટીમનો નિયમિત હિસ્સો રહ્યો છે, પરંતુ તેણે પોતાની છેલ્લી વનડે મેચ ઓગસ્ટ 2024 માં શ્રીલંકા સામે રમી હતી. હવે લગભગ 2 વર્ષના લાંબા અંતરાલ પછી તેને ફરીથી વનડે ફોર્મેટમાં પોતાની તાકાત બતાવવાની તક મળી છે.

આ પણ વાંચોઃ ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

બીજી તરફ, જ્યારે BCCI દ્વારા શરૂઆતમાં ટીમની જાહેરાત થઈ ત્યારે વિરાટ કોહલીનું રમવું ફિટનેસ પર નિર્ભર હતું. પરંતુ હવે વિરાટ સંપૂર્ણપણે ફિટ છે અને તેના નામ આગળથી "ફિટનેસને આધીન" (Subject to fitness) કલમ હટાવી દેવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ 3 મેચની વનડે શ્રેણી 14 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન રમાશે.

ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતની ટીમ:

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર)

આ પણ વાંચોઃ Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Frequently Asked Questions

નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો?

નીતિશ કુમાર રેડ્ડીને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે મેચ દરમિયાન ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને કયા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે?

નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને વિસ્ફોટક ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાં તક આપવામાં આવી છે. શિવમ દુબેની 2 વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી થઈ છે.

ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા રમશે?

હા, આ શ્રેણીમાં ચાહકો માટે સારા સમાચાર છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે. વિરાટ કોહલી સંપૂર્ણપણે ફિટ છે અને તેના નામ આગળથી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણી ક્યારે રમાશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ 3 મેચની વનડે શ્રેણી 14 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget