નોંધનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં 21માંથી 20 બેઠકો બીજેડીએ જીતી હતી, જ્યારે બીજેપીએ માત્ર એક જ બેઠક જીતી હતી.
2/4
જોકે, નરેન્દ્ર મોદી પુરીની બેઠક પરથી ચૂંટણી લડશે કે નહીં તેની કોઇ સત્તાવાર માહિતી મળી નથી. ફક્ત રાજ્યમાં બીજેપી સંગઠને અનુરોધ મોકલ્યો છે કે પીએમ પુરીની બેઠક પરથી ચૂંટણી લડે.
3/4
નવી દિલ્હીઃ ઓડિશામાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યની મુખ્ય પાર્ટી BJDએ મોટુ નિવેદન આપ્યુ છે. BJD બીજેપી માટે પુરી બેઠક છોડવા તૈયાર છે, પણ જો નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડે તો.
4/4
BJD સુત્રો અનુસાર, રાજ્યના મુખ્ય પક્ષ BJDએ જવાબી રણનીતિ તૈયાર કરી દીધી છે, તેમનું કહેવું છે કે, ઓડિશાની પુરી બેઠક પર નરેન્દ્ર મોદી જો ચૂંટણી લડે છે તો અમે તેમની વિરુદ્ધ કોઇપણ ઉમેદવાર નહીં ઉભો રાખીએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં પુરીની બેઠક BJD પાસે છે.