Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરો
કેનેડામાં કાલે હિંદુઓના 2 અલગ અલગ મંદિરો પર ખાલિસ્તાનના ગુંડાઓએ હુમલો કર્યો. પહેલી ઘટના ઓન્ટારિયાના બ્રેમ્પટનમાં બની જ્યાં ખાલિસ્તાની સમર્થકો હાથમાં ઝંડો લઈ હિંદુ સભા મંદિરમાં ઘૂસી આવ્યા. ત્યાં હાજર ભક્તો પર લાઠી-દંડા વરસાવ્યા. અચાનક થયેલા હુમલાને લઈ મંદિરના પરિસરમાં નાસભાગ મચી. બ્રેમ્પટનના જે મંદિરમાં હુમલો થયો તે કેનેડાના ટોરંટોથી 50 કિલોમીટર દૂર છે. બીજી બીજી ઘટના બ્રિટિશ કોલંબિયાના સરેમાં બની. જ્યાં લક્ષ્મીનારાયણ મંદિર બહાર ખાલિસ્તાન સમર્થકોએ લોકો પર હુમલો કર્યો. ખાલિસ્તાનીઓના આ હુમલા સામે કેનેડિયન પોલીસ પણ ઘૂંટણીયે પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મંદિર પરિસરમાં ખુદ કેનેડિયન પોલીસ માર મારતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.
હુમલાની ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ હુમલાની ઘટનાને ભારતે કડક શબ્દોમાં વખોડી કાઢી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, કેનેડા સરકાર તમામ ધાર્મિક સ્થળોને આવા હુમલાઓથી બચાવે. જો કે, આ હુમલાને લઈને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની શું વિચારસરણી છે ને ખબર નથી પડતી. કારણ કે, તેમણે એક ટ્વીટ કર્યું છે જેમાં તેઓ પહેલા તો આ હુમલાને વખોડી રહ્યા છે તો બીજી તરફ કેનેડિયન પોલીસના વખાણ કરી રહ્યા છે. આ એ જ પોલીસ છે જે મંદિરમાં શ્રદ્ધાળુઓને માર મારતો હોય તેવી વીડિયો છે.
જસ્ટિન ટ્રુડો વોટબેંક માટે આંતકીઓને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે કારણ કે, 338 બેઠકવાળા હાઉસ ઓફ કોમન્સમાં ટ્રુડો પાસે 153 બેઠક છે. બહુમતના આંકડાથી દૂર ટ્રુડોને NDPનું સમર્થન છે. NDP પાસે 25 બેઠક છે. NDPનું સમર્થન હટી જાય તો ટ્રુડોની સરકાર લઘુમતીમાં આવી શકે તેમ છે.