નોંધનીય છે કે, ગયા સોમવારે રજૂ થયેલા NRC ડ્રાફ્ટ અનુસાર, આસામની કુલ 3 કરોડ 29 લાખ વસ્તીમાંથી 2 કરોડ 89 લાખ લોકો યોગ્ય નાગરિક ગણવામાં આવી રહ્યાં છે. જ્યારે આમાં 40 લોકો ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યુ છે. જેને લઇને સંસદમાં હંગામો ચાલી રહ્યો છે.
2/4
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી પાર્ટી NRCનો વિરોધ કરી રહી છે. મમતાએ બીજેપી પર એનઆરસી દ્વારા વૉટબેન્કનું પૉલિટિક્સ રમવાનો આરોપ લગાવ્યો છે.
3/4
NRC મુદ્દે દિગ્ગજ એક્ટર અને હાલમાં ભાજપના સાંસદ પરેશ રાવલે વિપક્ષ પર કટાક્ષ કર્યો છે. NRC મુદ્દે વિપક્ષની મજાક ઉડાવતી ટ્વીટ કરી છે. તેમને લખ્યું કે, 2019નું પહેલુ વલણ આવી ગયુ છે, વિપક્ષ ''40 લાખ'' મતોથી પાછળ ચાલી રહ્યું છે.'
4/4
નવી દિલ્હીઃ હાલમાં દેશમાં NRCનો મુદ્દો પુરજોશમાં ચગી રહ્યો છે. સંસદમાં શાસક અને વિપક્ષ આ મુદ્દે આમને સામને છે. આસામમાં 40 લાખ લોકો NRC લિસ્ટમાંથી ગુમ છે, એટલે કે તેઓ ભારતીય નાગરિક નથી એવું કહેવાઇ રહ્યુ છે. સરકારનું કહેવુ છે કે NRCમાં જે લોકોના નામ નથી તે લોકો બાંગ્લાદેશી ઘૂસણખોરો છે, જ્યારે વિપક્ષ આ મામલે સરકારને ઘેરી રહ્યું. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના આદેશને લઇને થઇ રહી છે.