આ બે દિવસના અધિવેશન દરમિયાન પીએમ મોદી રામલીલા મેદાનમાં જ રહેશે, એટલા માટે મંચ સાથે જોડાયેલુ નાનું પીએમઓ અહીંથી જ કામ કરશે. જ્યાં સુધી પીએમ અહીં રહેશે ત્યાંથી કેટલાક અધિકારીઓ પીએમ સંબંધિત કામ અહીંથી જોશે.
2/4
માનવામાં આવી રહ્યું છે કે, દેશભરમાંથી આ બેઠકમાં લગભગ 14 હજાર બીજેપી કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા છે, આમાં બધા સાંસદો, બધા ધારાસભ્યો, બધા જિલ્લાધ્યક્ષો, બધા મહામંત્રીઓ, બધા મુખ્યમંત્રીઓ, બધા પ્રદેશ અધ્યક્ષો, બધા વિપક્ષના નેતાઓ સામેલ થવાના છે. પરિષદની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંબોધન કરીને કરવાના છે. જે કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે.
3/4
4/4
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી- બીજેપી મિશન 2019ની ઔપચારિક તૈયારીઓમાં લાગી ગઇ છે, દિલ્હીના રામલીલા મેદાનમાં આજથી રાષ્ટ્રીય અધિવેશનની શૂરઆત કરવા જઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા બીજેપીનું આ સૌથી મોટુ અધિવેશન છે, જેમાં દેશભરના પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે.