આ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને બિહારથી લોકસભાના સાંસદ રામકૃપાલ યાદવે અમિત શાહને જલદી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી. રાજનાથ સિંહે ટ્વિટ કરી કહ્યું કે, અમિતભાઇ તમારા જલદી સ્વસ્થ થવાની હું ઇશ્વરને પ્રાર્થના કરું છું. સોશિયલ મીડિયા પર ભાજપના તમામ સમર્થકો અને કાર્યકર્તાઓએ પણ અમિત શાહ જલદી સ્વસ્થ થાય તે માટેની પ્રાર્થના કરી હતી.
2/2
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયો છે. અમિત શાહે ટ્વિટર પર તેની જાણકારી આપી હતી. અમિત શાહને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મને સ્વાઇન ફ્લૂ થયો છે જેની સારવાર ચાલી રહી છે. ઇશ્વરની કૃપા અને તમારા બધાના પ્રેમ અને શુભકામનાઓથી હું જલદી સ્વસ્થ થઇ જઇશ. વરિષ્ઠ ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં અમિત શાહને ઓલ્ડ પ્રાઇવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોના મતે આજે રાત્રે સાડા નવ વાગ્યે અમિત શાહને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, છાતીમાં દર્દ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને એઇમ્સ લઇ જવાયા હતા જ્યાં સ્વાઇન ફ્લૂ હોવાની પુષ્ટી થઇ હતી.