નવી દિલ્હી: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધી જ રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશની 123 સીટ પર અને અરૂણાચલ પ્રદેશની 54 સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
2/8
અગાઉ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ કેટલાંક મહત્વના રાજ્યમાં પોતાના ઉમેદવારોને લઈને કોણ ક્યાથી ચૂંટણી લડશે તેની યાદી જાહેર કરવામાં આવી છે.
3/8
ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલી ઉમેદવારની યાદીમાં આ વખતે આગામી વિધાનસભાનીચૂંટણી માટે આંધ્રપ્રદેશમાં 123 સીટની જાહેરાત કરવામાં આવી છે.
4/8
5/8
આ સિવાય અરૂણાચલ પ્રદેશની 54 સીટ પરથી ઉમેદવારોની યાદી જાહેર કરી છે. છેલ્લા કેટલાંક સમયથી ભાજપની યાદીની રાહ જોવાઇ રહીં હતી.
6/8
આંધ્ર પદેશમાં વિધાનસભાની કુલ 175 સીટ છે અને આગામી 11 એપ્રિલના દિવસે અહીં મતદાન થવાનું છે. આ સિવાય આ જ દિવસે રાજ્યમાં લોકસભાની સીટો માટે પણ મતદાન કરવામાં આવશે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની 60 સીટ પર 11 એપ્રિલે મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.