નવી દિલ્હીઃ ટીવી ચેનલ ડિબેટમાં તૃણમુલ કોંગ્રેસના નેતાએ ધમકી આપી હોવાનો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ પહેલા પણ ગત વર્ષે ટીએમસીના એક પુરુષ પ્રવક્તાએ તેને ધમકી આપી હતી.
2/3
ઈન્દિરા તિવારી હિન્દુ મહાસભાની મહાસચિવ અને તૃણમુલ કોંગ્રેસની પ્રવક્તા છે. તેણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. કોલેજકાળથી તે સ્ટુડન્ટ રાજનીતિમાં સામેલ હતી. 2014 લોકસભા ચૂંટણીમાં તે બનારસની સીટ પરથી મોદી સામે ચૂંટણી લડ્યા હતા. 2014માં તેને માત્ર 2674 વોટ મળ્યા હતા.
3/3
શર્માએ ટ્વિટ કરીને કહ્યું કે, ટીએમસી પ્રવક્તા ઇન્દિરા તિવારીએ ટીવી ચેનલ પર લાઇવ ડિબેટ દરમિયાન મને ધમકી આપી અને મારું અપમાન કર્યું. તેમણે મને કહ્યું કે બે થપ્પડ મારીશ. એક પુરુષ ટીએમસી પ્રવક્તાએ મને ગત વર્ષે પણ આ રીતે અપમાનિત કરીને ધમકી આપી હતી.