કોર્ટે કહ્યુ છે કે, ફરિયાદી પક્ષ તરફથી રજુ થયેલા પુરાવાથી એ સાબીત નથી થતુ કે પતિએ દહેજ નિષેધ કાનૂનની કલમ-ર હેઠળ કોઇપણ પ્રકારના દહેજની માંગણી કરી હતી. તેણે માત્ર ઘરેલુ જરૂરીયાતોને પુરી કરવા અને ખાતર ખરીદવા માટે રોકડા પૈસાની માંગણી કરી હતી.
2/4
કોર્ટે સાથોસાથ કહ્યુ હતુ કે, કથિત ક્રુરતાની વિરૂધ્ધ ર વર્ષ બાદ એફઆઇઆર નોંધવામાં આવી અને તેમા વિલંબને લઇને કોઇ જવાબ આપવામાં આવ્યો નહોતો. કોર્ટે કહ્યુ હતુ કે, દહેજ નિષેધ કાનૂન હેઠળ દહેજ તેને કહેવાય છે કે જયારે લગ્ન પહેલા કે પછી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સ્વરૂપે કોઇપણ પ્રકારની સંપત્તિ કે મોંઘો સામાન આપવામાં આવે છે કે પછી દેવા પર સહમતી બનતી હોય છે.
3/4
બોરીવલી મેજીસ્ટ્રેટ કોર્ટે પત્નિના કેસને પુરાવાના અભાવમાં ફગાવી દીધો હતો. કોર્ટે કહ્યુ હતુ કે, જો આરોપીએ ઘરેલુ સામાન માટે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા તો પણ તે આઇપીસીની કલમ ૪૯૮-એ (મહિલાની સાથે તેના પતિ અને સગા દ્વારા ક્રુરતા આચરવી)ના દાયરામાં ગેરકાનૂની માંગણી ગણાતી નથી.
4/4
મુંબઇ: આર્થિક મુશ્કેલી આવે કે પછી કોઈ આવશ્યક ઘરેલુ જરૂરીયાતોને પુરી કરવા માટે રોકડની માંગણી કરવી એ દહેજ ન ગણાય. હાલમાં જ મુંબઇની એક મેજીસ્ટ્રેટ કોર્ટે દહેજ માંગવાના આરોપમાં એક વ્યકિત અને તેના પરિવારને છોડી મુકતા આ વાત કહી હતી.