નવી દિલ્હીઃ આજે 21મી સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ વર્ષ 2018નું બીજું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ છે. આ ભારતમાં પણ દેખાશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોઇ શકાશે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં ચંદ્રગ્રહણની અસર મોડી રાત્ર 10.53 વાગે દેખાવવાની શરૂ થઇ જશે.
2/3
ગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આ ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૂ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે.
3/3
આ વર્ષે ગત ૩૧મી જાન્યુઆરીએ થયેલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ ત્રાંબા વર્ણનો થયો હતો. આ ચંદ્રગ્રહણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર પછડાઇને ચંદ્ર પર આવશે જેથી આ ગ્રહણમાં ચંદ્ર લાલ રક્તવર્ણનો કે ત્રાંબા વર્ણીય જોવા મળશે.