Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?
ગુજરાતના બે ટોલ પ્લાઝા. જ્યાં નિયત કરાયેલ ટોલ ટેક્સ વસૂલ કરી લીધા છતા ટોલ લેવાનું હજુ પણ યથાવત છે. મહેસાણા-અડાલજ ટોલ પ્લાઝા અને વડોદરા હાલોલ ટોલપ્લાઝા. ગુજરાત રોડ એંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ,જેમાં ગુજરાત સરકાર અને IL&FS પણ ભાગીદાર છે. જે આ ટોલપ્લાઝા ચલાવે છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર 500 કરોડના બદલે અત્યાર સુધીમાં બે હજાર 900 કરોડ ઉઘરાવી લીધા હોવા છતા ટોલ ટેક્સ હજુ પણ લેવામાં આવતો હોવાથી ઉત્તર ગુજરાતના ટ્રાન્સપોર્ટરોએ વિરોધ નોંધાવ્યો છે. આ તરફ વડોદરા-હાલોલ ટોલ બુથને લઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હજુ પણ સરકાર સમક્ષ વધુ 10 વર્ષનું એક્ષ્ટેન્શન માગવામાં આવતા ટ્રાંસપોર્ટર્સએ વિરોધ પ્રદર્શન કર્યું. નિયમ મુજબ 60 કિલોમીટરની અમદર એક જ ટોલ પ્લાઝા હોવું જોઈએ. પણ વડોદરા-હાલોલ અને ત્યાંથી આગળ જ બીજું ટોલપ્લાઝા પણ આવેલું છે. જેથી મોટી સંખ્યામાં ટ્રાંસપોર્ટર્સે રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યું.