શોધખોળ કરો
મમતા સરકારે ફરી રદ્દ કરી યોગીની રેલી, પશ્ચિમ બંગાળમાં જનસભા સંબોધિત કરવા રોડ માર્ગે પુરૂલિયા પહોંચ્યા CM યોગી
1/4

આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને પણ ઉતરવાની મંજૂરી આપવામાં ન આવતા જેને લઈને ઘણો વિવાદ થયો હતો. મમતા બેનર્જી સરકાર તરફથી હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપવામાં આવતા ભાજપે કહ્યું હતું કે ટીએમસી સરકાર ભાજપના નેતાઓથી ડરી ગઈ છે.
2/4

આ પહેલા રવિવારે બંગાળમાં મમતા બેનર્જીની સરકારે તેમનું ચોપર ઉતારવાની મંજૂરી ન આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોનના માધ્યમથી દિનાપુર જિલ્લામાં આયોજીત ગણતંત્ર બચાઓ જનસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ આજે પશ્ચિમ બંગાળ સરકારે યોગીની પુરૂલિયા રેલીને પણ મંજૂરી નથી આપી, એવામાં યોગી આદિત્યનાથે રોડ માર્ગે પશ્ચિમ બંગાળની સરહદમાં પ્રવેશ કર્યો હતો.
Published at : 05 Feb 2019 05:41 PM (IST)
View More





















