નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 11 ઓગસ્ટે જયપુરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના સંમેલનમાં ભાગ લેશે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના અભિયાનનો પ્રારંભ કરશે. રાહુલ ગાંધીના દિલ્હી ખાતેના નિવાસ સ્થાન પર રાજસ્થાનના સંબંધિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી જેમાં કોંગ્રેસ અધ્યક્ષના જયપુર પ્રવાસના કાર્યક્રમ અંગે નિર્ણય લેવાયો હતો.
2/3
આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત, પ્રદેશ અધ્યક્ષ સચિન પાઇલટ અને પાર્ટીના રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે સામેલ થયા હતા. બેઠક બાદ અવિનાશ પાંડેએ જણાવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી 11 ઓગસ્ટના રોજ જયપુરમાં પ્રદેશના દરેક ઉચ્ચ નેતાઓ અને કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કરશે.
3/3
પાંડેના જણાવ્યાઅનુસારા રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓને નિર્દેશ કર્યો છે કે જે પણ વાત કરવાની હોય તે પાર્ટી મંચ પર કરવામાં આવે તેમજ વિવાદસ્પદ નિવેદનો કરનાર પર કાર્યવાહી કરવામાં આવે. મુખ્યમંત્રી પદના દાવેદાર પર સવાલ પુછતાં પાંડેએ કહ્યું પાર્ટીનો ચહેરો રાહુલ ગાંધી હશે અને પાર્ટીના દરેક કાર્યકરો એક થઇ ને કામ કરશે. રાજસ્થાનમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.