આ સિવાય આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈ, કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધરમૈયા, ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત, વરિષ્ઠ નેતા આનંદ શર્મા, કુમારી શૈલજા, મુકુલ વાસનિક, અવિનાશ પાંડે, કેસી વેણુગોપાલ, દીપક બાબરિયા, તામ્રધ્વજ સાહુ, રઘુવીર મીણા અને ગૈખનગમ કે નામ પણ કોંગ્રેસ કાર્ય સમિતિમાં છે.
5/6
સીડબલ્યૂસીના સભ્યોમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પાર્ટીના કોષાધ્યક્ષ મોતીલાલ વોરા, અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટોની, અહમદ પટેલ, અંબિકા સોની અને ઓમાન ચાંડીને સ્થાન આપવામાં આવ્યું છે.
6/6
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી અહમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરિયા અને લાલજી દેસાઈને સ્થાન મળ્યું છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં 23 સભ્યો, 19 સ્થાયી આમંત્રિત સભ્યો અને 9 આમંત્રિત સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.