શોધખોળ કરો
રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લખી ગાળો, 40 મિનિટમાં 10 ટ્વિટ કર્યા
1/4

હેકરે રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાના બાદ તરત જ ગાળો ભરેલી ટ્વિટ્સ નાખવાના શરૂ કરી દીધા હતા. આ ટ્વિટ્સ એટલા વાંધાજનક ભાષામાં લખાયા હતા કે, તેની ભાષા પણ લખી ન શકાય. હેકરે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જોકે, હેક કરાયા બાદ તેમના એકાઉન્ટ પરથી તમામ વાંધાજનક ટ્વિટ હટાવી લેવાઈ હતી.
2/4

નવી દિલ્હીઃ બુધવારે સાંજે રાહુલ ગાંધી (કાર્યાલય)નું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું. તેમના ટ્વિટર એકાઉન્ટથી એક પછી એક અભદ્ર ટ્વિટ થયા. તેમાં રાહુલ ગાંધી અને તેના પરિવારને લઈને અભદ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. 40 મિનિટમાં ઓછામાં ઓછી 10 વાંધાજનક ટ્વિટ કરાઈ હતી.
Published at : 01 Dec 2016 06:52 AM (IST)
View More




















