દલબીરના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયુ છે. પત્ની અને માતાની હાલત રડી રડીને ખરાબ થઇ ગઇ છે. પરિવારજનો માનવા તૈયાર નથી કે દબલીર હવે આ દુનિયામાં નથી રહ્યો. દલબીર વર્ષોથી રામલીલામાં રાવણનો રૉલ કરતો હતો, અને ગઇકાલે પણ ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે તેને જલ્દીથી જવુ પડશે કેમકે તેને રામ અને લક્ષ્મણને તૈયાર કરવાના છે.
2/5
જે સમયે દૂર્ઘટના ઘટી ત્યારે રામલીલામાં રાવણનો રૉલ કરનાર દલબીર પણ ત્યાં ટ્રેનના પાટા ઉપર જ ઉભેલો હતો. રાવણ દહન દરમિયાન જ ટ્રેન આવી ગઇ અને 61 લોકોને કચડીને નીકળી ગઇ, જેમમાં દલબીરને પણ પોતાની ઝપેટમાં લેતી ગઇ હતી.
3/5
દલબીરના માતાએ સરકારને આજીજી કરી છે કે મારા દીકરાની પત્નીને સરકાર સરકારી નોકરી આપે કેમકે તેને 8 મહિનાની એક પુત્રી છે, જેનું ભરણપોષણ કરનારો હવે આ દુનિયામાં નથી રહ્યો.
4/5
5/5
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ગઇકાલે રાવણ દહન કાર્યક્રમ દરમિયાન થયેલી જીવલેણ ટ્રેન દૂર્ઘટનામાં 61 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે અન્ય 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. હવે આ દૂર્ઘટનમાં પરેશાન કરી દે એવો ખુલાસો થયો છે, આમાં રાવણનો રૉલ કરનારા દલબીરનું પણ મોત થઇ ગયુ છે.