શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોદી સરકારે લોકોને મુર્ખ બનાવ્યા, પેટ્રૉલ-ડિઝલમાં 10 રૂપિયા વધારીને 2.50 રૂપિયા ઘટાડ્યા: કેજરીવાલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05100049/Kejri-wa-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![આપે કહ્યું, 'એક્સાઇઝ ડ્યૂટીથી કેન્દ્ર સરકારે લગભગ 10 લાખ કરોડ રૂપિયા કમાયા. જ્યારે કેન્દ્ર સરકારે ક્રૂડના ભાવ ઓછા કરીને જનતાને રાહત આપવી જોઇતી હતી, ત્યારે પીએમ મોદી સરકારનો ખજાનો ભરવામાં લાગ્યા હતા, અને હવે વધી રહેલા પેટ્રૉલ અને ડિઝલના ભાવ પર આતરરાષ્ટ્રીય માર્કેટને જવાબદાર ગણાવી રહ્યાં છે.'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05100059/Kejri-wa-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપે કહ્યું, 'એક્સાઇઝ ડ્યૂટીથી કેન્દ્ર સરકારે લગભગ 10 લાખ કરોડ રૂપિયા કમાયા. જ્યારે કેન્દ્ર સરકારે ક્રૂડના ભાવ ઓછા કરીને જનતાને રાહત આપવી જોઇતી હતી, ત્યારે પીએમ મોદી સરકારનો ખજાનો ભરવામાં લાગ્યા હતા, અને હવે વધી રહેલા પેટ્રૉલ અને ડિઝલના ભાવ પર આતરરાષ્ટ્રીય માર્કેટને જવાબદાર ગણાવી રહ્યાં છે.'
2/5
![ઉપરાંત આપે કહ્યું કે, '2014થી લઇને અત્યાર સુધી કેન્દ્ર સરકારે 10 વાર પેટ્રૉલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારી હતી. પેટ્રૉલ પર લગભગ 11.77 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટ વધારવામાં આવી, જ્યારે ડિઝલ પર લગભગ 13.47 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ તેલના ભાવ ઘટી રહ્યાં હતા ત્યારે મોદીની કેન્દ્ર સરકારે પેટ્રૉલ અને ડિઝલના ભાવ વધારી રહી હતી.'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05100054/Kejri-wa-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉપરાંત આપે કહ્યું કે, '2014થી લઇને અત્યાર સુધી કેન્દ્ર સરકારે 10 વાર પેટ્રૉલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારી હતી. પેટ્રૉલ પર લગભગ 11.77 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટ વધારવામાં આવી, જ્યારે ડિઝલ પર લગભગ 13.47 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ તેલના ભાવ ઘટી રહ્યાં હતા ત્યારે મોદીની કેન્દ્ર સરકારે પેટ્રૉલ અને ડિઝલના ભાવ વધારી રહી હતી.'
3/5
![નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રૉલ અને ડિઝલની કિંમતો ઘટાડવાના કેન્દ્ર સરકારની જાહેરાતને આમ આદમી પાર્ટી (AAP)એ પ્રજા સાથે છેતરપિંડી ગણાવી છે. આપે કહ્યું કે, પેટ્રૉલ-ડિઝલની કિંમત સતત ચાર વર્ષ સુધી વધી રહી હતી ત્યારે મોદી સરકાર ચૂપ કેમ રહી?, હવે આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોદી સરકાર સામે હુમલો કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05100049/Kejri-wa-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રૉલ અને ડિઝલની કિંમતો ઘટાડવાના કેન્દ્ર સરકારની જાહેરાતને આમ આદમી પાર્ટી (AAP)એ પ્રજા સાથે છેતરપિંડી ગણાવી છે. આપે કહ્યું કે, પેટ્રૉલ-ડિઝલની કિંમત સતત ચાર વર્ષ સુધી વધી રહી હતી ત્યારે મોદી સરકાર ચૂપ કેમ રહી?, હવે આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોદી સરકાર સામે હુમલો કર્યો છે.
4/5
![આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારે 4 વર્ષ સુધી પેટ્રૉલ-ડિઝલની કિંમતો વધારી અને હવે માત્ર 2.5 રૂપિયા ઘટાડીને લોકોને મુર્ખ બનાવાઇ રહ્યાં છે, કેમકે હવે પીએમ મોદીનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે અને 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. અરુણ જેટલી નકલી રાહત આપવાની કોશિશ કરી રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05100044/Kejri-wa-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારે 4 વર્ષ સુધી પેટ્રૉલ-ડિઝલની કિંમતો વધારી અને હવે માત્ર 2.5 રૂપિયા ઘટાડીને લોકોને મુર્ખ બનાવાઇ રહ્યાં છે, કેમકે હવે પીએમ મોદીનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે અને 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. અરુણ જેટલી નકલી રાહત આપવાની કોશિશ કરી રહ્યાં છે.
5/5
![કેજરીવાલે પેટ્રૉલ અને ડિઝલની કિંમતો ઓછામાં ઓછી 10 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડવાની માંગ કરી છે. કેજરીવાલે ટ્વીટ કર્યું, 'મોદી સરકારે એક્સાઇઝ ડ્યૂટી 10 રૂપિયા પ્રતિ લીટર વધારી અને ગુરુવારે માત્ર 2.50 રૂપિયા ઓછી કરી દીધી? આ તો છેતરપિંડી થઇ. કેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 10 રૂપિયા પ્રતિ લીટર ઓછી કરવી જોઇએ.'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05100038/Kejri-wa-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેજરીવાલે પેટ્રૉલ અને ડિઝલની કિંમતો ઓછામાં ઓછી 10 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડવાની માંગ કરી છે. કેજરીવાલે ટ્વીટ કર્યું, 'મોદી સરકારે એક્સાઇઝ ડ્યૂટી 10 રૂપિયા પ્રતિ લીટર વધારી અને ગુરુવારે માત્ર 2.50 રૂપિયા ઓછી કરી દીધી? આ તો છેતરપિંડી થઇ. કેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 10 રૂપિયા પ્રતિ લીટર ઓછી કરવી જોઇએ.'
Published at : 05 Oct 2018 10:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion