ત્રણેયે 10 લાખ રૂપિયાની માંગ કરી. જેમાંથી પીડિતે ત્રણ લાખ રૂપિયા આપી દીધા અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.
2/4
નવી દિલ્હીઃ પોલીસે મસાજ ગ્રાહકોની વાંધાજનક તસવીરો ખેંચવાના અને બ્લેકમેલ કરી ખંડણી વસૂલવાના મામલે 25 વર્ષના એક વ્યક્તિ અને તેની પ્રેમીકાની ધરપકડ કરી છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે, એક વ્યક્તિએ બુધવારે પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી શાદાબ ગૌહર તથા તેના સાથીઓએ બ્લેકમેલ કરી ત્રણ લાખ રૂપિયા પડાવી લીધાનો દાવો કર્યા બાદ આ મામલો સામે આવ્યો.
3/4
થોડા દિવસો બાદ પીડિતને ફરીવાર તે હોટલમાં બોલાવવામાં આવ્યો અને ત્યાં ગૌહની બે મહિલા સાથીઓએ તેનો સામાન પડાવી લીધો અને કપડાં ફાડી નાંખીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી દીધી.
4/4
પોલીસના જણાવ્યા મુજબ, પીડિતે ઈન્ટરનેટ પર મસાજ સર્વિસ આપતાં લોકોના સર્ચ દરમિયાન આ મહિનાની શરૂઆતમાં ગૌહરના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ ખુદની ઓળખ અરમાન શર્મા તરીકે આપી હતી અને પીડિતને 8 સપ્ટેમ્બરે એક હોટલમાં આવવાનું કહ્યું હતું. તેણે મસાજ માટે 12,000 રૂપિયાની માંગ કરી હતી.