શોધખોળ કરો

ગુજરાત પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: વ્યાજખોરોની ₹૬૩.૪૬ લાખની મિલ્કત જપ્ત, દેશમાં પ્રથમવાર GCTOC હેઠળ પગલાં

કચ્છના અંજારમાં ગેરકાયદેસર વ્યાજખોરી સામે કડક કાર્યવાહી; ૪ મકાન, ૨ પ્લોટ અને ૧ ગાડી સહિતની મિલ્કત જપ્ત; ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી GCTOC હેઠળ પગલાં લેવાયા.

Gujarat Police usurer’s property seized: ગુજરાત પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ સામેની તેની ઝીરો ટોલરન્સની નીતિને વધુ એકવાર સાબિત કરી બતાવી છે. કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં પોલીસે ગેરકાયદેસર વ્યાજખોરીના દૂષણને ડામવા માટે એક ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં વ્યાજખોરો દ્વારા ગેરકાયદેસર રીતે મેળવેલી મિલ્કત જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દેશના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના હોવાનું નોંધાયું છે.

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (જી.સી.ટી.ઓ.સી.) કાયદાનો ઉપયોગ કરીને, અંજાર પોલીસે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ—રિયાબેન ઇશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઇશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી—સામે કડક પગલાં લીધા છે. આ આરોપીઓ દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી દ્વારા મેળવેલી ₹૬૩.૪૬ લાખ રૂપિયાની મિલ્કત જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી મિલ્કતોમાં ચાર મકાન, બે પ્લોટ અને એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીનો સમાવેશ થાય છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત આ પ્રકારે જપ્ત કરવામાં આવી છે.

સરકારની કડકાઈ અને પોલીસની કાર્યક્ષમતા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સુચનાથી ગુજરાત પોલીસે રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા રાજ્યભરના પોલીસ સ્ટેશનોને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ગેરકાયદેસર મિલ્કતો જપ્ત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકી સામે આ મોટી કાર્યવાહી હાથ ધરી.

આરોપીઓ અને જપ્ત મિલ્કતોની વિગતો

આરોપીઓ—રિયાબેન, આરતીબેન અને તેજસ ગૌસ્વામીએ “Organized Crime Syndicate” બનાવી, આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલી મિલ્કતોની વિગતો નીચે મુજબ છે:

  • રિયાબેનના નામે: મેઘપર બોરીચીમાં એક પ્લોટ (₹૨.૫૨ લાખ), મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી (₹૧૪.૭૯ લાખ), અને અંજારના દેવનગરમાં પ્લોટ (₹૧૨.૪૨ લાખ).
  • આરતીબેનના નામે: અંજારના દેવનગરમાં પ્લોટ (₹૬.૪૫ લાખ).
  • આરોપીઓની માતાના નામે: મેઘપર બોરીચીમાં બે પ્લોટ (₹૦.૬૦ લાખ અને ₹૧૨.૯૪ લાખ) અને અંજારના ગંગોત્રી ૦૨માં પ્લોટ (₹૧૩.૭૧ લાખ).

આ કુલ મિલ્કતોની બજાર કિંમત ₹૬૩.૪૬ લાખ રૂપિયા અંદાજવામાં આવી છે.

કાનૂની પ્રક્રિયા અને અભિનંદન

આ કાર્યવાહી દરમિયાન, પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસ્યો છે, જેમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જી.સી.ટી.ઓ.સી. કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મિલ્કતોની ઝડતી અને જપ્તીની પ્રક્રિયા પૂર્ણ કરી, જેની દરખાસ્ત ગૃહ વિભાગ, ગાંધીનગરને મોકલી હતી. ગૃહ વિભાગના હુકમના આધારે આ મિલ્કતોને સત્તાવાર રીતે જપ્ત કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણને ડામવા બારીક તપાસને અંતે કરેલી આ કડક કાર્યવાહી બદલ કચ્છ પૂર્વના એસ.પી. શ્રી સાગર બાગમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ કાર્યવાહીએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિને રેખાંકિત કરી છે. આ પ્રકારે વ્યાજખોરોની મિલ્કત જપ્ત કરીને ગુજરાત પોલીસે દેશમાં એક નવો દાખલો બેસાડ્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ન કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
Embed widget