Amreli Rain : અમરેલીમાં ખાબક્યો બરબાદીનો વરસાદ, રસ્તા પરથી વહેવા લાગ્યા પાણી; ખેતરો પાણીથી તરબોળ
Amreli Rain : અમરેલીમાં ખાબક્યો બરબાદીનો વરસાદ, રસ્તા પરથી વહેવા લાગ્યા પાણી; ખેતરો પાણીથી તરબોળ
અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે. લાઠી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે. લાઠીના કેરાળા, પીપળીયા, જરખીયા ગામમાં વરસાદ વરસ્યો છે. હરીપર સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કેરાળા ગામની બજારમાં પાણી વહેતા થયા હતા. અમરેલી-લાઠી હાઈવે પર ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
માવઠાની આગાહી કરવામાં આવી
અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલમાં વરસાદનું અનુમાન છે. દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચમાં કમોસમી વરસાદનું અનુમાન છે. નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં માવઠાનું અનુમાન છે . દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.




















