તેમણે એ પણ કહ્યું કે, એવું કોઈપણ સંશોધન સામે નથી આવ્યું જે સાબિત કરી શકે કે દારૂનો છંટકાવ કરવાથી પાકને ફાયદો થતો હોય. તેણે સ્થાનીક ખેડૂતોને અપીલ કરી કે ખેતીમાં દારૂનો ઉપયોગ તાત્કાલીક બંધ કરવામાં આવે.
2/4
જોકે દારૂના છંટકાવ કરવા પાછળ ખેડૂતોનું કહેવું છે કે, તેઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં દારૂનો છંટકાવ કરે છે અને તેનાથી બટેટાનું બમ્પર ઉત્પાદન થાય છે. એટલું જ નહીં બટેટાની સાઈઝ પણ ઘણી મોટી હોય છે. કેટલાક ખેડૂતોનું તો એ પણ કહેવું છે કે, તે વિતેલા ઘણાં સમયથી આ ટેકનીકનો ઉપયોગ કરી ર્યા છે.
3/4
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બુલંદશહરના ખેડૂતો પોતાના બટેટાના પાકનું ઉત્પાદન વધારે લેવા માટે દારૂનો છંટકાવ કરી રહ્યા છે. આ ખેડૂતોની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે, સ્થાનીક કૃષિ અધિકારીનું કહેવું છે કે, આ રીતે કોઈપણ પાકમાં દારૂનો છંટકાવ કરવો જીવલેણ હોઈ શકે છે.
4/4
નવી દિલ્હીઃ દેશભરમાં હાલમાં ચારેબાજુ ખેડૂતોની ચર્ચા થઈ રહી છે. નેતાઓથી લઈને રાજનીતિક પાર્ટીઓ બધા ખેડૂતોનું વાત કરી રહ્યા છે. ખેડૂત પોતાના આવક વધારવા માટે અનેક ઉપાય કરી રહ્યા છે. પરંતુ યૂપીના બુલંદશહરથી એક એવું ઉદાહરણ સામે આવ્યું છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો અને સાવચેત પણ થઈ જશો. બુલંદશહરના કેટલાક કેડૂતો બટેટાનું ઉત્પાદન વધારવા માટે કોઈ દવા નહીં પરંતુ દારૂનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યાં ખેડૂતો પોતાના ખેતરમાં દારૂનો છંટકાવ કરી રહ્યા છીએ.