શોધખોળ કરો
Advertisement
Budget 2019: બજેટમાં મીડલ ક્લાસને ઝટકો, પેટ્રૉલ-ડિઝલ થયુ મોંઘુ, ઇન્કમ ટેક્સમાં ના મળી રાહત
LIVE
Background
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાંકિય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ 2019 રજૂ કરશે. લોકસભા ચૂંટણી 2019માં ફરીથી ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી 2.0 સરકાર હેઠળ રજૂ કરવામાં આવી રહેલું આ પહેલું બજેટ છે. લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ 2019 પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું. અરૂણ જેટલીની બીમારી બાદ પીયૂષ ગોયલને અસ્થાઈ રીતે નાણાં મંત્રીનો કાર્યભાર સોંપાયો હતો.
જોકે આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.
13:10 PM (IST) • 05 Jul 2019
સોનુ, પેટ્રૉલ, ડીઝલ, તમાંકુ મોંઘુ થયુ, સોના પર ટેક્સ વધારીને 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે. તંમાકુ પર પણ વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો. પેટ્રૉલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે
13:06 PM (IST) • 05 Jul 2019
મોદી સરકારે અમીરોનો ટેક્સ વધારી દીધો, હવે 2 થી 5 કરોડ રૂપિયા વાર્ષિક કમાવનારાઓને 3 ટકા ટેક્સ આપવો પડશે. આ ઉપરાંત 5 કરોડથી વધુની વાર્ષિક ઇન્કમવાળા લોકોએ 7 ટકા ટેક્સ આપવો પડશે
13:04 PM (IST) • 05 Jul 2019
13:03 PM (IST) • 05 Jul 2019
જો કોઇ વ્યક્તિ બેન્કમાંથી એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ ઉપાડશે તો તેના પર 2%નો TDS આપવો પડશે. એટલે કે વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડવા પર 2 લાખ રૂપિયા ટેક્સમાં જ કપાઇ જશે
13:02 PM (IST) • 05 Jul 2019
ઇન્કમટેક્સ માટે મોદી સરકારની મોટી જાહેરાત, લોકો હવે પોતાના આધાર કાર્ડથી પણ ઇન્કમ ટેક્સ ભરી શકશે. એેટલે કે પાન કાર્ડ હોવુ જરૂરી નથી, પાન અને આધાર કાર્ડથી કામ થઇ જશે
Load More
Tags :
FM Nirmala Sitharaman FM Nirmala Sitharaman To Present Maiden Budget Today Lok Sabha Elections Narendra Modi-led NDA Government Nirmala Sitharaman's Budget Present The First Budget Textile Union Budget 2019 Union Finance Minister Nirmala Sitharamanગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion