શોધખોળ કરો
બિહારમાં CM વિજય રૂપાણી અને કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ કેમ કરવામાં આવી ફરિયાદ, જાણો વિગત

1/3

અમદાવાદઃ બિહારના મુઝફ્ફરપુરની અદાલતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ મામલે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતિય પર હુમલાઓ થયા હતા. આ હુમલાઓના સંદર્ભમાં કરવામાં આવેલી અરજીના જવાબમાં સબ ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સબા આલમે આદેશ કર્યો હતો.
2/3

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમદાવાદમાં એક પરપ્રાંતિય વ્યક્તિએ બાળકી પર કથિત બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર બાદ સમગ્ર રાજ્યમાં પરપ્રાંતિઓ પર હુમલાઓની ઘટનાઓ બની હતી. હુમલાઓને પગલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો હિજરત કરવા મજબૂર બન્યા હતા.
3/3

એક રિપોર્ટ અનુસાર, એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ કરેલી અરજીના જવાબમાં કોર્ટેના આદેશ બાદ મુઝફ્ફરપુરના કાન્ટી પોલીસ સ્ટેશનમાં રૂપાણી તેમજ અલ્પેશ ઠાકોર સામે કલમ 153, 295 અને 504 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાહેર સુલેહશાંતિના ભંગ અને રાજકીય હેતુપ્રેરિત હુલ્લડ પ્રેરવા અંગે આ ફરિયાદ દાખલ થઈ છે.
Published at : 23 Jan 2019 07:32 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement