ભ્રષ્ટાચાર વિરોધી કાયદો સંસદમાં પસાર થયા બાદ લાંચ આપનારને પણ જેલ થઈ શકે છે. ઓગસ્ટમાં સંસદીય સમિતિએ પ્રસ્તાવ પસાર કર્યો હતો જે મુજબ લાંચ આપવા પર ૩થી ૭ વર્ષની સજા થઈ શકે છે. લાંચ આપવામાં પોલીસ અને નગર નિગમ આગળ છે. જ્યારે વિજળી વિભાગનો નંબર છઠ્ઠો આવે છે.
2/5
સર્વે અનુસાર ૨૨ ટકા ભારતીયોએ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં લાંચ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. ૩૫ ટકા લોકો એવા પણ છે જેમણે લાંચ આપી જ ન હતી.
3/5
ગયા વર્ષે સેન્ટર ફોર મીડીયા સ્ટડીઝે કહ્યુ હતુ કે, દિલ્હીમાં દર ત્રીજા પરિવારે સરકારી સેવા માટે લાંચ આપી હતી. લાંચની બાબતમાં ૧૬૮ દેશો વચ્ચે ભારતનો ક્રમ ૭૬મો છે. સર્વેમાં દાવો થયો છે કે, ૪૩ ટકા લોકોએ ગયા વર્ષે લાંચ આપ્યાની વાત સ્વીકારી છે. ૨૩ ટકા લોકોએ કહ્યુ છે કે અમે વારંવાર લાંચ આપી છે.
4/5
લોકલ સર્કલ દ્વારા ૧૧૩૦૦ લોકો વચ્ચે કરાયેલા સર્વેમાં ૨૩ ટકા ભારતીયોએ જણાવ્યુ હતું કે, તેમને વર્ષ દરમિયાન અનેક વખત લાંચ આપવી પડી હતી. ૨૦ ટકા લોકોએ કહ્યુ હતુ કે, તેમણે એક કે બે વખત લાંચ આપી હતી. જનગ્રહ સેન્ટર ફોર સીટીઝનશીપ એન્ડ ડેમોક્રેસી એ ૨૦૧૩માં એક અભ્યાસ બાદ કહ્યુ હતુ કે, દર બીજો ભારતીય નાગરીક સરકારી અધિકારીઓને લાંચ આપે છે.
5/5
નવી દિલ્હી: એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં સરકારી ઓફિસમાં કામ કઢાવવા માટે 10માંથી 4 ભારીતોયોએ લાંચ આપવી પડતી હોય છે. સર્વે અનુસાર 43 ટકા લોકોએ ગયા વર્ષે પોલીસ-નગર નિગમ અને સરકારી બાબુઓને લાંચ આપી હતી.