નવી દિલ્હીઃ બિનભાજપીય શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ શનિવારે દિલ્હીમાં કેજરીવાલના ઘરે જઇને તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. આ ચારેજ મુખ્યમંત્રીઓએ પોતાની સમકક્ષ કેજરીવાલના ઘરે જઇને તેમના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.
2/5
આમાં, આપના એક નેતા રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો છે કે બેજવે મમતાને કેજરીવાલ સાથે મુલાકાતની અનુમતી આપવાના ના પાડી દીધી. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ બેજલને નિર્દેશ આપ્યો છે કે મમતાને તેમને મુલાકાત માટે મંજૂરી ના આપવામાં આવે.
3/5
કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈન તથા ગોપાલ રાય ઉપરાજ્યપાલ કાર્યલાયમાં ઘરના પર બેઠા છે. આપ સરકારનું કહેવું છે કે, આઇએએસ અધિકારીઓ હડતાળ પર છે અને તેમને હડતાળ ખતમ કરવાનો આદેશ આપવામાં આવે અને ઘર સુધી રાશન સપ્લાયની યોજનાને મંજૂરી આપવામાં આવે.
4/5
આ મુખ્યમંત્રીઓમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશ ચંદ્રાબાબુ નાયડુ, કેરાલાના પિનરાઇ વિજયન અને કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સામેલ છે.
5/5
આ બધા નીતિ આયોગની રવિવારે થનારી બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા, મુખ્યમંત્રી ઉપરાજ્યપાલ અનિલ બેજલ સાથે મુલાકાત તથા કાર્યાલયમાં ઘરના પર બેઠેલા તેમના મંત્રી મંડળના સહયોગી પર એક પ્રતિવેદન આપવાની અનુમતિ માંગી છે. તેમને એક પત્રમાં કહ્યું છે કે, ‘અમે બધા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સંબંધિત મુદ્દાઓના સંબંધે તમને પ્રતિવેદન આપવા માગીએ છીએ. કૃપા કરીને અમને મળવાની પરમીશન આપો, અમે રાહ જોઇ રહ્યાં છીએ. અમે તમને આજે રાત્રે નવ વાગ્યાનો સમય આપવાનો અનુરોધ કરીએ છીએ.’