મુન્ના બજરંગી સોપારી લઇને કોઇની પણ હત્યા કરાવતો હતો. તેનું નેટવર્ક મુંબઇ, પશ્વિમ બંગાળ, હરિયાણા અને પૂર્વીય ઉત્તરપ્રદેશ સુધી ફેલાયું હતું. 1995 બાદ મુન્ના મુખ્તાર અંસાર સાથે જોડાઇ ગયો હતો. મુન્નાએ 2005માં મુહમ્મદાબાદના બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા કરી હતી. રાયની હત્યા બાદ મુન્નાનો ખૌફ વધતો ગયો હતો. 2012માં મુન્નાએ મહિયાહુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો પરંતુ તેની હાર થઇ હતી.
3/8
મુન્નાની પત્ની સીમા સિંહે દાવો કર્યો હતો કે એસટીએફ મુન્ના બજરંગીને એન્કાઉન્ટરમાં ખત્મ કરવા માંગે છે. 29 જૂનના રોજ કહ્યું હતું કે, અનેક પ્રભાવશાળી નેતા અને અધિકારીઓ મુન્નાની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. મુન્નાને ખાવામાં ઝેર આપવાનો પણ પ્રયાસ કરાયો હતો. મે આ અંગે અનેક અધિકારીઓ અને ન્યાયતંત્રમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઇએ કોઇ મદદ કરી નહોતી.
4/8
મુન્ના મુખ્તાર અંસાર
5/8
સુનીલ રાઠી ઉત્તરાખંડ અને પશ્વિમ ઉત્તરપ્રદેશના ગુનાહિત જગતમાં મોટું નામ છે. પોતાના પિતાની હત્યા બાદ તેણે ચાર લોકોની હત્યા કરી હતી. સુનીલ રાઠીની માતાએ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બીએસપીની ટિકિટ પર છપરોલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી.
6/8
મુન્ના બજરંગીના સાળા વિકાસ શ્રીવાસ્તવે કહ્યું કે, મુન્નાને 10 ગોળી મારવામાં આવી છે. વિકાસે સુનીલ રાઠી પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુનહેડા સાથે તેને બેરેકમાં રાખવામાં આવ્યો હતો. સુનીલ અગાઉ રૂડકી જેલમાં બંધ હતો અને ત્યાં તેણે પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું. તેણે કોર્ટને બાગપત જેલમાં શિફ્ટ કરવા માટે વિનંતી કરી હતી ત્યારબાદ તેને બાગપત જેલમાં શિફ્ટ કરી દેવાયો હતો.
7/8
આજે સવારે પૂર્વાચલના કુખ્યાત માફિયા ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની બાગપત જેલમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. બીએસપીના પૂર્વ ધારાસભ્ય લોકેશ દીક્ષિત પાસેથી ખંડણી માંગવા મામલે મુન્ના બજરંગીને આજે બાગપત કોર્ટમાં રજૂ કરવાનો હતો અને આ માટે તેને ઝાંસીથી બાગપત લાવવામાં આવ્યો હતો.
8/8
લખનઉઃ જેલમાં માફિયા ડોન મુન્ના બજરંગીની હત્યા મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે અને બાગપત જેલના જેલરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આદિત્યનાથે કહ્યું કે, જેલ પરિસરમાં આ પ્રકારની હત્યા અત્યંત ગંભીર મામલો છે. આ મામલામાં તપાસ કરવામાં આવશે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.