પોલીસે લાલચોટ નિવાસી કમલ સૈની અને લોકેશ સૈનીનો ગેંગરેપની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એસીપી માનસરોવર કે.કે અવસ્થીએ કહ્યું કે, ઝોટવાડા નિવાસી ઝહુર મોહમ્મદ ઉર્ફ જાવેદે આ ફ્લેટ ભાડા પર લીધો હતો. તેની ધરપકડ લઇને સેક્સ રેકેટ અને માનવ તસ્કરી હેઠળ તપાસ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, કમલ અને જાવેદ વેશ્યાવૃતિમાં લિપ્ત છે અને તેમનો રેકોર્ડ જોવામાં આવી રહ્યો છે. કમલને અહી પણ યુવતી હોવાની જાણ થઇ તો તે લોકેશને લઇને અહી આવ્યો હતો. કમલના ઘર પર લોકેશ જમવાનું બનાવે છે અને બંન્ને મહારાણી ફાર્મ પર રહે છે.
2/4
યુવતીનો આરોપ છે કે એક યુવકે તેના પર બળાત્કાર કર્યો અને બીજો યુવક જબરરદસ્તી કરવા લાગ્યો ત્યારે તેનાથી બચવા માટે બાલ્કનીમાંથી કૂદકો લગાવી દીધો હતો. રાત્રે લગભગ બે વાગ્યે યુવતીના પડવાના અવાજથી જાગેલા લોકોએ પોલીસને સૂચના આપી હતી. પોલીસે તેને જયપુરિયા હોસ્પિટલમાં ખસેડી હતી.
3/4
કહેવામાં આવી રહ્યું છે કે નેપાળની રહેવાસી 23 વર્ષીય યુવતી પોતાના ધર્મના ભાઇના કહેવાથી ચાર દિવસ અગાઉ જયપુર આવી હતી. તે મુંહાના મંડી ગેટ નંબર 3ની પાસે ભરત એપાર્ટમેન્ટના ફ્લેટમાં એકલી રહેતી હતી. રાત્રે નશામાં ધૂત બે યુવકો ફ્લેટમાં પહોંચ્યા હતા.
4/4
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં મુહાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીએ બળાત્કારીઓથી બટવા માટે નગ્ન અવસ્થામાં જ ચોથા માળથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, જમીન પર માટી હોવાના કારણ યુવતીનો જીવ બચી શક્યો હતો પરંતુ કમર અને હાથ-પગ પર ઇજા પહોંચી હતી.