સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દંપતીના પાંચ દિવસ પહેલાં લગ્ન થયા હતા. ત્યારપછી તેમના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકો નવપરણિત કપલને શુભેચ્છા આપીને ગિફ્ટ પણ આપતા હતા. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ પણ સ્ટેજ ઉપર પહોંચ્યો હતો અને તેણે નવપરણિત કપલને ગિફ્ટ આપી હતી. આ ગિફ્ટમાં થોડી મીનિટો પછી વિસ્ફોટ થતા સ્ટેજ પર હાજર વરરાજા, તેની દાદી સહિત 3 લોકોના મોત થયા છે.
2/6
બ્લાસ્ટની માહિતી પોલીસને આપવામાં આવી છે. પોલિસે પરિવારની ફરિયાદ દાખલ કરીને ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે. તે ઉપરાંત રિસેપ્શનમાં હાજર હતા તે લોકોના નિવેદન પણ શરૂ કર્યા છે.
3/6
આરોપીને શોધવા માટે પોલીસ લગ્નમાં કેમેરામાં લીધેલી તસવીરો અને વીડિયોની પણ મદદ લઈ રહ્યા છે. તે સાથે જ લોકોના નિવેદનના આધારે આરોપીની ઓળખ કરીને તેને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
4/6
રિસ્પેશનમાં બ્લાસ્ટ થતા લોકોમાં દોડા-દોડી થઈ ગઈ હતી. લોકોની બુમો વચ્ચે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રાઉરકેલાની હોસ્પિટલમાં વરરાજા, તેના દાદી અને અન્ય એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દુલ્હન ગંભીર રીતે ઘાયલ છે. તેને સારવાર માટે બુરલાની હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવી છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ઘાયલ યુવતીની સ્થિતિ ખૂબ ગંભીર છે.
5/6
પોલીસ રિપોર્ટ અનુસાર, ગિફ્ટમાં મળેલો બૉમ્બ વિસ્ફોટ ત્રણ લોકોના મોત થયા હતા, જેમાં વરરાજા, તેની દાદી અને અન્ય એક શખ્સનું મોત થઇ ગયું છે. જ્યારે દુલ્હનને ગંભીર રીતે ઇજા પહોંચી છે. પોલીસે આની તપાસ શરૂ કરી દીધી છે. જોકે હજુ સુધી ગિફ્ટમાં બોમ્બ કોણે આપ્યો તે વિશેની કોઈ માહિતી મળી નથી.
6/6
નવી દિલ્હીઃ ઓડિશાના બોલનગીર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીં એક નવવિવાહિત દંપતિને એક વ્યક્તિએ લગ્નના રિસેપ્સનમાં બૉમ્બ ગિફ્ટ કર્યો, જે ફાટતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.