આ સાંભળીને મને ખોટુ લાગ્યું નહી કારણ કે મુકેશ અંબાણીએ પૈસા બચાવવાની કળા તેમના પિતા પાસેથી શીખ્યા છે અને જેનાથી તેમને સફળતા પણ મળી છે. તેઓ ઇચ્છે છે કે આ કળા તેમના બાળકોમા પણ આવે. નીતા અંબાણીએ કહ્યું કે, મે મારા બાળકોને સામાન્ય બાળકોની જેમ જ રાખવા માંગું છું. જેથી મે તેમને ક્યારેય અમીર હોવાનો અહેસાસ થવા દીધો નથી.
2/4
એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ પોતાના બાળકોની કેટલાક કિસ્સાઓ કહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે મારા બાળકો સ્કૂલમાં જતા હતા ત્યારે હું તેમને દર શુક્રવારે પાંચ રૂપિયા આપતી હતી. જેથી તેઓ સ્કૂલના કેન્ટિનમાં જમી શકે. એક વખત અનંત દોડીને મારી પાસે આવ્યો અને મને કહ્યું કે, મારે 10 રૂપિયા જોઇએ છે. જ્યારે મે તેને સવાલ પૂછ્યો તો તેણે કહ્યું કે, સ્કૂલના મારા મિત્રો મારી મજાક ઉડાવે છે, કહે છે કે તું ફક્ત પાંચ રૂપિયા લાવે છે. તું અંબાણી છે કે ભીખારી.
3/4
નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે સગાઇ કરી હતી. આ સગાઇની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં કરેલી સાજસજાવટ ખૂબ ભવ્ય હતી. પાર્ટીમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. એક રિપોર્ટ અનુસાર આકાશ અને શ્લોકા આ વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે.
4/4
મુકેશ અંબાણી હંમેશા રોયલ લાઇફ અને બિઝનેસને લઇને ચર્ચામાં રહે છે. નીતા અંબાણી પણ આઇપીએલ અને સામાજિક કામને લઇને ચર્ચામા રહેતી હોય છે. પરંતુ તેમના સંતાનો લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ શું તમે મુકેશ અંબાણીના બાળકો અનંત, આકાશ અને ઇશાની પોકેટ મની અંગે જાણો છો ? દેશના સૌથી અમીર વ્યક્તિના સંતાનોની પોકેટ મની જાણીને તમને આંચકો લાગશે. આ વાતનો ખુલાસો ખુદ નીતા અંબાણીએ કર્યો છે.