સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
પરંતુ શું તમે જાણો છો કે મેકઅપથી તમારી ત્વચા પર કેટલી અસર થવા લાગે છે?
મેકઅપ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અને હવે જ્યારે પુરૂષો પણ પોતાની સુંદરતા વધારવા માટે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવા લાગ્યા છે, ત્યારે મેકઅપ પણ સામાન્ય બની ગયો છે. મેકઅપ લગાવવો એટલું જ મહત્વપૂર્ણ છે એટલું જ જરૂરી છે તેને યોગ્ય રીતે દૂર કરવું. આપણે બધા એક સામાન્ય નિયમ જાણીએ છીએ કે મેકઅપ રાખીને ક્યારેય સૂવું જોઇએ નહીં. પરંતુ શું તમે જાણો છો કે મેકઅપથી તમારી ત્વચા પર કેટલી અસર થવા લાગે છે?
મેકઅપને યોગ્ય રીતે હટાવવો જરૂરી
ઈન્ડિયા ટુડેમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર, એનસીઆરના ડર્માલિંક્સમાં ડર્મેટોલોજિસ્ટ અને મેડિકલ હેડ ડૉ. વિદુષી જૈને કહ્યું કે, જો મેકઅપ યોગ્ય રીતે હટાવવામાં નહી આવે તો તે ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે. તે કુદરતી રીતે ત્વચાને નુકસાન પહોંચાડે છે અને બ્રેકઆઉટ અને અકાળે વૃદ્ધત્વનું જોખમ વધારે છે.
ચહેરા પર મેકઅપ લાંબો સમય સુધી રાખવાની ત્વચામાં બળતરા થઈ શકે છે. તેનાથી ત્વચાની લાલાશ, શુષ્કતા અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આટલું જ નહીં, જો મેકઅપ લાંબા સમય સુધી રાખવામાં આવે તો ત્વચાનો રંગ બગડી શકે છે અને હાઈપરપીગ્મેન્ટેશન થઈ શકે છે. તમારે કેટલો સમય મેકઅપ રાખવો જોઈએ? મેક-અપ મહત્તમ 8-12 કલાક માટે જ રાખવો જોઈએ. તેણીએ ઉમેર્યું હતું કે લાંબા સમય સુધી મેકઅપ રાખવાથી સ્કીન માટે અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે
લાંબા સમય સુધી મેકઅપ રાખવાથી ત્વચાને આ નુકસાન થઇ શકે છે
ઘણા સ્કિન નિષ્ણાતો કહે છે કે તે ત્વચાના પ્રકાર અને ક્વોલિટી પર આધાર રાખે છે કે વ્યક્તિએ તેને કેટલા કલાકો સુધી મેકઅપ રાખવો જોઈએ. જો કે, સામાન્ય રીતે દિવસમાં વધુમાં વધુ 10-12 કલાક માટે મેકઅપ રાખવાની ભલામણ કરવામાં આવે છે. પોર્સનું બંધ થઇ જવુ, ત્વચામાં બળતરા, અકાળે વૃદ્ધત્વ અને ત્વચા શુષ્ક થઇ જવી વગેરે સમસ્યા થઇ શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે આ ગજબના ફાયદાઓ, જાણો એક દિવસમાં કેટલી ખાવી ?
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )