અરજીમાં મહિલાએ પોતાના પાર્ટરના જીવને જોખમ હોવાનું પણ કહ્યું હતું. 40 વર્ષીય મહિલાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય અનુસાર, અરજદાર અને તેની પાર્ટનર જીવન સાથી તરીકે રહેવા માટે હકદાર છે.
2/4
હાઈકોર્ટ કોલ્લમ જિલ્લાની 40 વર્ષીય મહિલા દ્વારા કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. મહિલાએ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તિરુવનંતપુરમમાં તેની 24 વર્ષીય સાથીને તેના પરિવારે જબરદસ્તીથી બંધક બનાવી રાખી હતી. મહિલાએ કોર્ટમાં કહ્યું હતું કે તેના પાર્ટરને પરિવારજનો ગેરકાયદેસર રીતે બંધ કરી રાખી છે. તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવી રહી છે. મહિલાએ કોર્ટને કહ્યું કે, તેના પાર્ટનરને માનસિક બીમાર ગણાવીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
3/4
જણાવીએ કે, સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેન્ચે સમલિંગિકતા પર ઐતિહાસિક નિર્મય આપતા ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ના સેક્શન 377ની જોગવાઈ રદ્દ કરી છે, જે અંતર્ગત વયસ્કોની વચ્ચે સહમતિથી સમલૈગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા.
4/4
કોચીઃ કેરળ હાઈકોર્ટે એક લેસ્બિયન જોડીને સાથે રહેવાની મંજૂરી આપી છે. આ નિર્મય સુપ્રીમ કોર્ટ તરફતી કલમ 377 પર નિર્ણય આપ્યા બાદના થોડા દિવસ બાદ આવ્યો છે. સોમવારે હાઈકોર્ટના જસ્ટિસ અબ્દુલ રેહિમ અને જસ્ટિસ કેપી નારાયણની ડિવિઝન બેંચે આ નિર્ણય સંભળાવ્યો છે.