પૃથ્વીના વાયુમંડળમાં આવતા સમયે મિસાઈલથી ટકરાતી હવા તેનું તાપમાન 4000 ડિગ્રી સેલ્સિયન્સ સુધી વધારી દે છે. તેના માટે તેમાં કાર્બન-કાર્બન કમ્પોઝિટ શીલ્ડ લગાવવામાં આવી છે, જે અંદરનું તાપમાન 50 ડિગ્રીથી ઓછી જાળવી રાખે છે.
2/5
અધિકારીએ જણાવ્યું કે, મિસાઈલમાં સ્થિત હાઈ-સ્પીડ કોમ્પ્યુટર અને કોઈપણ ખામીને સહન કરવાની ક્ષમતાવાળા સોફ્ટવેરની સાથે જ રોબસ્ટ અને વિશ્વાસપાત્ર બસએ મિસાઈલને સફળતાથી લોન્ચ કરવામાં મદદ કરી. આ મિસાઈલને એ રીતે બનાવાઈ છે કે તે પોતાની મહત્તમ ઉંચાઈએ પહોચ્યા બાદ પૃથ્વી પર પોતાના લક્ષ્ય તરફ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઝડપથી આગળ વધે છે.
3/5
સૂત્રો મુજબ, મિસાઈલના ફ્લાઈટ પરફોર્મન્સને ટ્રેક કરવામાં આવ્યું અને રડાર, ઉપકરણો અને ઓબ્ઝર્વેશન સ્ટેશન્સ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના એક અધિકારીના જણાવ્યા મુજબ, બીજી મિસાઈલોથી અલગ અગ્નિ-5 સૌથી એડવાન્સ્ડ છે. તે નેવિગેશન અને દિશા-નિર્દેશન, વોરહેડ અને એન્જિન સંબંધી નવી ટેકનિકોથી લેસ છે.
4/5
સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, તેને બંગાળની ખાડીમાં આવેલા કલામ ટાપુની ઈન્ટિગ્રેટેડ રેન્જના લોન્ચ પેડ-4 પરથી સવારે 9.48 કલાકે લોન્ચ કરાઈ. અગ્નિ-5નું પરીક્ષણ છઠ્ઠી વખત કરવામાં આવ્યું છે. પરિક્ષણ દરમિયાન મિસાઈલે ક્ષમતા મુજબનું અંતર કાપ્યું.
5/5
નવી દિલ્લી: ભારતે આજે ઈંટર બૈલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું. ઓડિશાના અબ્દૂલ કલામ આઈલૈંડના ઈટેગ્રટિડ ટેસ્ટ રેંજથી તેનું સફળ પરીક્ષણ થયું. આ લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. 5,000 કિમી સુધીનું નિશાન તાકવાની ક્ષમતા ધરાવતી આ મિસાઈલ ડો. અબ્દુલ કલામ ટાપુ પરથી લોન્ચ કરાઈ. તે અત્યાર સુધીની સૌથી એડવાન્સ્ડ મિસાઈલ છે.