હવે પોલીસે હાલમાં જ મોત સંબંધિત ફોરેન્સિક રિપોર્ટ મળ્યો છે. અહેવાલ અનુસાર મહિલાનું મોત શ્વાસ રુંધાવાથી થયું હતું. તપાસ સંબંધિત અનપુટ્સને આધારે પોલીસે યાકોવ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. હાલમાં યાકોવ ઇઝરાયલમાં રહે છે. પોલીસ અનુસાર હાલમાં આ મામલે તપસા ચાલુ છે.
2/4
યાકોવે હોટલના કર્મચારીઓને જણાવ્યું કે તેની પ્રેમિકા રૂમમાં બેભાન અવસ્થામાં પડી છે, ત્યાર બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યાર બાદ તાત્કાલીક યાકોવની પ્રેમિકાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. જોકે ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. તે સમયે તેની પોત પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું, માટે દુર્ઘટનાવશ મોતનો કેસ પોલીસે નોંધ્યો હતો. બાદમાં શબને પરિવારજનો ઈઝરાયલ લઈ ગયા હતા.
3/4
આ ઘટના વિતેલા વર્ષે માર્ચમાં એ સમયે થઈ જ્યારે યકોવ અને મહિલા એક ટૂરિસ્ટ વીઝા પર ભારત પ્રવાસ પર આવ્યા હતા અને દિક્ષણ મુંબઈના કોલાબા વિસ્તારમાં એક હોટલમાં રોકાયા હતા. મીડિયા અહેવાલ અનુસાર પોતાના હોટલના રૂમમાં સેક્સ દરમિયાન યકોવે મહિલાની ગરદન પર કથિત રીતે દબાણ આપ્યો અને તેનો શ્વાસ રુંધાઈ ગયો.
4/4
મુંબઈઃ મુંબઈ પોલીસે શહેરની એક હોટલમાં વિતેલા વર્ષે પોતાની પ્રેમિકાની હત્યાના મામલે 23 વર્ષના એક ઇઝરાયલી નાગરિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ફોરેન્સિક લેબના અહેવાલમાં સેક્સ દરમિયાન શ્વાસ રુંધાવાથી મોતની પુષ્ટિ થયા બાદ ઓરોરિન યકોવ વિરૂદ્ધ બિન-ઈરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધ્યો છે. આરોપીની 20 વર્ષીય પ્રેમિકા પણ ઇઝરાયલી નાગરિક હતી.